આદેશ:NPA છેતરપિંડી અટકાવવા મેન્યુઅલ પ્રક્રિયા બંધ કરાશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય બેન્ક એનપીએના રિપોર્ટ સાથે હવે કોઈ છેતરપિંડી કરી શકશે નહીં. બેન્કો માટે તેને છુપાવવી કે ઓછી આંકવી અસંભવ બનશે. રિઝર્વ બેંકે તાજેતરમાં જ આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે.

તદનુસાર, જોખમી લોન એકાઉન્ટ્સને ઓળખવા માટે જૂન 2021 સુધીમાં ડિજિટલ સિસ્ટમ બનાવવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, બેંકોમાં એનપીએ પર ઓળખ, ગણતરી, વર્ગીકરણ, કામગીરી અને કેટલું જોખમ છે તે હવે સંપૂર્ણ ડિજિટલ થશે. આ માટે, બેંકોને સંપૂર્ણ સોફ્ટવેર આધારિત સિસ્ટમ બનાવવાની માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેથી મેન્યુઅલ કામકાજ નહિંવત્ત થશે. આરબીઆઈએ સૌ પ્રથમ 2011માં ડિજિટલ દ્વારા લોન એકાઉન્ટ્સનું વર્ગીકરણ નક્કી કર્યું હતું. પરંતુ જાણવા મળ્યું કે, એનપીએની ઓળખ, આવક સ્વીકૃતિ, જોગવાઈ અને સંબંધિત પ્રક્રિયાઓ ઘણી બધી બેંકોમાં હજી સંપૂર્ણ ડિજિટલ થઈ નથી.

સૂચના મુજબ, બેન્કો હજી પણ એનપીએને ઓળખવા માટે મેન્યુઅલ કામ પર આધાર રાખે છે. ફસાયેલા લોન એકાઉન્ટ્સની સિસ્ટમ આધારિત ઓળખ પણ મેન્યુઅલ કામકાજ પર નિર્ભર છે. આથી આરબીઆઇએ મેન્યુઅલ કામગીરીને મર્યાદિત કરવા કડક જોગવાઈ કરી છે. હવે બેંકોની મનમાનીને કાબૂમાં આવશે અને સમયસર કોઈપણ પ્રકારની મેન્યુઅલ હસ્તક્ષેપ સમયસર ઓળખી પકડી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...