તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોવિડ-19ના લીધે 2020માં ભારે અફરાતફરી જોવા મળી હતી. જો કે, 191 અબજ ડોલરના ભારતીય આઈટી સેક્ટરમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી છે. જે 2021માં વધુ નવી તકોને ઝડપી લેવા સક્ષમતા દર્શાવે છે. તેમજ ડિજિટલ રોકાણો દ્રારા પડકારોનો સામનો કરવા પણ તૈયાર છે. 2020ની શરૂઆતમાં કોરોનાના વધતા કેસોના પગલે દેશ સહિત વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ભારતીય આઈટી કંપનીઓ બમણા પડકારોનો સામનો કરી રહી હતી. એક તો ગ્રાહકો સાથે અવિરત બિઝનેસ જારી રાખવો તેમજ પોતાના સ્ટાફની સુરક્ષાની ખાતરી આપવી.
ઈન્ફોસિસ, વિપ્રો, અને ટેક્ મહિન્દ્રાએ મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા સ્ટાફ અને તેના પરિવારજનોને વતન પરત લાવવા ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરી રહી હતી. તેમજ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ અપનાવ્યો હતો. 98 ટકા આઈટી કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ દ્રારા બિઝનેસની સાતત્યતા જાળવી રહ્યા હતા. 2020એ બિઝનેસ મોડલમાં મોટા ફેરફારો કર્યા હતા. નાસકોમના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ સંગીતા ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, ટેક્નોલોજી જીવનનુ અભિન્ન અંગ બની છે. અમે અમારા ગ્લોબલ કસ્ટમર્સને સેવાઓ આપવા ઓછા સમયમાં હાઈબ્રિડ ઓપરેટિંગ મોડલમાં શિફ્ટ કર્યા હતા. જે ભારતીય આઈટી ઈન્ડસ્ટ્રીની ક્ષમતાઓ પુરવાર કરે છે. ગ્રાહકોએ ઉદ્યોગની સ્થિતિસ્થાપકતાને આવકારી છે. આગામી સમયમાં આઈટી કંપનીઓની માગ જળવાઈ રહેશે. મહામારીના લીધે 2008ની મંદી કરતાં પણ મહામંદીનો માહોલ સર્જાયો હતો. ગ્રાહકોએ આઈટી બજેટમાં ઘટાડો કરી બચતોને પ્રાધાન્ય આપ્યુ હતું.
ટોચની આઈટી કંપનીનો આઉટલુક સાવચેતીભર્યો
ટીસીએસ, ઈન્ફોસિસથી માંડી કોગ્નિજન્ટ જેવી ટોચની આઈટી કંપનીઓએ નવા નાણાકીય વર્ષ માટે આઉટલુક સાવચેતીભર્યો રજૂ કર્યો હતો. તેઓ પગાર વધારો તેમજ પ્રમોશનમાં હાલ સ્થગિત રાખશે. ઈન્ફોસિસ અને વિપ્રોએ અનિશ્ચિતતાના પગલે રેવન્યુ ગ્રોથ આઉટલુક રજૂ કરતી ગતિવિધિઓ સ્થગિત કરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.