આશાવાદ:IPO માર્કેટમાં ધમધમાટ રહેશે, 70થી વધુ IPOનું ઘોડાપૂર જોવાશે

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

અત્યારે સેકન્ડરી માર્કેટમાં જોવા મળી રહેલો નિરુત્સાહી ટ્રેન્ડ હવે ટૂંક સમયમાં દૂર થશે અને આગામી 3 થી 6 મહિના દરમિયાન IPO માર્કેટ ફરીથી ધમધમશે તેવો આશાવાદ બેન્ક ઑફ અમેરિકાએ વ્યક્ત કર્યો છે.

માર્કેટ નિયામક સેબીએ આગામી 12 મહિનામાં ઓછામાં ઓછી 70 કંપનીઓને IPO મારફતે 1 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવા માટે લીલી ઝંડી આપી છે. બેન્ક ઑફ અમેરિકાના ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના કો-હેડ દેવાશીષ પુરોહિતે કહ્યું કે અમારા અભિપ્રાય મુજબ ભારતનું પ્રાઇમરી માર્કેટ અત્યારે રાહતના શ્વાસ લઇ રહ્યું છે.

આ વર્ષે હર્ષા એન્જિનિયર્સને સૌથી વધુ પ્રતિસાદ

  • આ વર્ષે અત્યાર સુધી 20થી વધુ કંપનીઓ IPO મારફતે અંદાજે 40,000 કરોડનું ભંડોળ એકત્ર કરી ચૂકી છે.
  • 14-16 સપ્ટેમ્બરની વચ્ચે આવેલા હર્ષા એન્જિનિયર્સના IPO સૌથી વધુ 74.98 ગણો ભરાયો હતો.
  • ડ્રીમફોક્સ, કેમ્પસ એક્ટિવવેર, સિરમા એસજીએસ, વીનસ પાઇપ્સ, અદાણી વિલ્મરના આઇપીઓ 15-17 ગણા ભરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...