જો તમને લાગતું હોય તો ફેમિલી બિઝનેસ ચલાવવા માટે દીકરો હોવો જોઈએ તો આ જરૂર વાંચજો. વિશ્વની સૌથી ધનિક વ્ચક્તિ બર્નાર્ડ અરનૉલ્ટે આશરે 72.4 હજાર કરોડ રૂપિયાની વેલ્યૂ ધરાવતી લક્ઝરી ચીજવસ્તુઓની બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ડ ‘ડાયર’ની જવાબદારી દીકરી ડેલ્ફિનને સોંપવાની જાહેરાત કરી છે. તેઓ પહેલી ફેબ્રુઆરીથી નવું પદ ગ્રહણ કરશે.
બર્નાર્ડે કહ્યું છે કે ડેલ્ફિને લૂઈ વીટોનના કાર્યકારી ઉપાધ્યક્ષ પદે વેચાણના નવા રેકોર્ડ સ્થાપ્યા હતા. દેશમાં ઘણાં મોટાં ઉદ્યોગજૂથો પણ દીકરીઓને સુકાન સોંપી રહ્યા છે. નોએલ તાતાની દીકરી લેહ અભ્યાસ કહે છે કે દેશમાં 24% ફેમિલી બિઝનેસ મહિલાઓ ચલાવે છે. જેમાં 76% પિતા અને 24% પતિનો બિઝનેસ સંભાળે છે.
ઈશા અંબાણી; રિલાયન્સ જિયોને સૌથી મોટી બ્રાન્ડ બનાવી
2014માં રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ જોઇન કર્યું. જિયો 42.62 કરોડ સબસ્ક્રાઇબર સાથે દેશનું સૌથી મોટું મોબાઇલ નેટવર્ક બન્યું. રિલાયન્સ રિટેલ વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી રિટેલર.
નિસાબા ગોદરેજ; 7 વર્ષમાં વાર્ષિક નફો 18% કર્યો
મે 2017માં પિતા અદી ગોદરેજે સીઇઓ પદ સોંપ્યું. ત્યારથી ગોદરેજ કન્ઝ્યુમર લિમિટેડ વર્ષે 18%નો ચોખ્ખો નફો કરી રહી છે. 2015-16માં તે 8,305 કરોડ હતો. જે 2021-22માં 17,831 કરોડ થઈ ગયો.
રોશની નાદર; 2 વર્ષમાં ચોખ્ખો નફો 1 હજાર કરોડ વધ્યો
જુલાઇ 2020માં પિતા શિવ નાદરની જગ્યાએ HCLનાં ચેરપર્સન બન્યાં. માર્ચ 2020માં કંપનીનો ચોખ્ખો નફો 8,969 કરોડ રૂપિયા હતો જે કોરોના પછી પણ માર્ચ 2022માં 10,874 કરોડ રૂપિયા નોંધાયો.
વિનિતા ગુપ્તા; ટેકઓવરથી ટર્નઑવર વધારવામાં ભૂમિકા
સપ્ટેમ્બર 2013માં પિતા દેશબંધુએ દેશની ત્રીજી સૌથી મોટી ફાર્મા કંપની લ્યુપિનનું સુકાન સોંપ્યું. ઘણાં ટેકઓવર કર્યાં. પરિણામ એ આવ્યું કે કંપનીના ટર્નઓવરમાં આ નવી કંપનીઓની હિસ્સેદારી 40% સુધી છે.
ફોર્બ્સની યાદીમાં 50થી વધારે વયની ટૉપ-50 બિઝનેસ વુમનમાં 6 ભારતીય
ફોર્બ્સે એશિયા-પેસેફિકની ટોપ-50 બિઝનેસ વુમનની યાદી જાહેર કરી છે. એમની વય 50થી વધારે છે અને તેમણે નવી પેઢીને માર્ગ ચીંધ્યો છે.
1. સંઘમિત્રા બંદોપાધ્યાય, વ્યવસાયે કમ્પ્યૂટર સાઇન્ટિસ્ટ છે. 2015માં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની પ્રથમ મહિલા ડાયરેક્ટર બની. 2022માં પદ્મશ્રીથી સન્માનિત.
2. માધવી પુરી બૂચ, માર્ચ 2022માં માર્કેટ રેગ્યુલેટર સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં.સરકારમાં વૉટ્સએપ તથા ઇન્સ્ટાગ્રામ પર ઇનસાઇડર ટ્રેડિંગ બંધ કરવાનું કહ્યું.
3. જરીન દારૂવાલા, 2016માં સ્ટાન્ડર્ડ ચાર્ડર્ડ બેન્ક ઇન્ડિયાનાં સીઇઓ બન્યાં. 2019 સુધી બેન્કને ખોટમાંથી બહાર કાઢી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.