• Gujarati News
  • Business
  • The Growth Of Dairy Industries In The Country Is Estimated To Be 14%, The Growth In Valued Products Is Up To 20%.

ડેરી ટ્રેન્ડ:દેશમાં ડેરી ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 14% રહેવાનો અંદાજ વેલ્યૂએડેડ પ્રોડક્ટમાં 20 ટકા સુધીનો ગ્રોથ નોંધાયો

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલ, રેસ્ટોરન્ટ તેમજ કેટરિંગ સેગમેન્ટમાં મજબૂત રિકવરીના પગલે

દેશમાં ડેરી ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ મજબૂત રહ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ તેમજ કેટરિંગ સેગમેન્ટમાં મજબૂત રિકવરીના પગલે દેશનો ડેરી ઉદ્યોગ વાર્ષિક આવકમાં 12-14 ટકાની વૃદ્વિ દર્શાવે તેવો અંદાજ છે. ઇકરાના રિપોર્ટ અનુસાર ભારતીય ડેરી કંપનીઓ નાણાકીય વર્ષ 2023માં વાર્ષિક સ્તરે 12-14 ટકાની આવક વૃદ્વિ નોંધાવે તેવી શક્યતા છે.

જો કે રિટેલ કિંમતોમાં વધારાને કારણે ઇનપુટ ખર્ચ પરના દબાણને માત્ર ઓછો સપોર્ટ મળવાથી કંપનીઓના ઓપરેટિંગ નફાના માર્જીનમાં 120-160 bpsનો ઘટાડો થાય તેવો અંદાજ છે. તદુપરાંત સાનુકૂળ માંગના ચિત્ર અને આંશિક દેવાના સ્તરને કારણે ઉદ્યોગ સ્થિર ક્રેડિટ પ્રોફાઇલ જાળવી રાખવામાં સફળ રહેશે.

દેશમાં નાણાકીય વર્ષ 2023ના પહેલા છ મહિના દરમિયાન દેશના ઉત્તરી રાજ્યોમાં લમ્પી સ્કિન ડિસીઝ (LSD)ને કારણે દૂધના ઉત્પાદનને અસર થઇ હતી. સફળતાપૂર્વક ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છતાં ઇકરાના અંદાજ અનુસાર દૂધના ઉત્પાદનમાં 4-5 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. કોવિડ મહામારીની શરૂઆતમાં પશુ બીજદાન પ્રોગ્રામને કારણે દૂધની ઉપલબ્ધતા ઘટતા તેમજ મજબૂત માગને કારણે કાચા દૂધની પ્રાપ્તિની કિંમતોમાં પણ વધારો થયો હતો.

ડેરી ખેડૂતો માટે પશુઓના ચારા તેમજ ઘાસચારાની કિંમતમાં વધારો થયો હોવાથી પણ કાચા દૂધની કિંમતમાં ચાલુ નાણાકીય વર્ષમાં પણ વધારો થયો છે તેવું ઇકરાના સેક્ટર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ શીતલ શરદે જણાવ્યું હતું.

દેશના વિવિધ ભાગોમાં અનિયમિત ચોમાસાને કારણે ઘાસચારાની ઉપલબ્ધતાને અસર થઇ હતી ત્યારે મકાઇ, ઘઉં તેમજ સોયાબીન જેવા અનાજના ભાવમાં વધારો થયો હતો અને બીજી તરફ પશુઆહારને લગતા ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. તદુપરાંત, LSDને કારણે પણ દૂધની ઉપલબ્ધતા ઘટી હતી. કંપનીઓએ પણ લોજિસ્ટિક્સ, પ્રોસેસિંગ અને પેકેજિંગના સતત વધતા ખર્ચનો સામનો કર્યો હતો.

મેરેજ સિઝનથી માગ વધી, નિકાસ પર ફોકસ
તહેવારો અને લગ્નસરાની મોસમમાં મજબૂત માગ છતાં દૂધની કિંમતો સ્થિર રહેશે તેવી આશા છે. આ નાણાકીય વર્ષે સતત વધતા ખર્ચને પહોંચી વળવા માટે ડેરી પ્રોડક્ટ્સની રિટેલ કિંમતો સતત વધી રહી છે. જોકે, વેલ્યૂ એડેડ પ્રોડક્ટ્સમાંથી વાર્ષિક સ્તરે 18-20 ટકાની વૃદ્વિ નોંધાઇ હતી.ગુજરાતમાં ડેરી ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મજબૂત ગ્રોથ રહ્યો છે. ઇન્ડસ્ટ્રીઝ સ્થાનિક બાદ હવે નિકાસ પર ફોકસ કરી રહી છે. > ભૂપત સુખડિયા, સીએમડી-વાસ્તુ ડેરી.

વેલ્યુએડેડ સેગમેન્ટમાં 18-20%ની વૃદ્વિ જોવા મળશે
નાણાકીય વર્ષ 2023 દરમિયાન પણ VADP સેગમેન્ટ 18-20 ટકાના દરે વૃદ્વિ નોંધાવે તેવી શક્યતા છે. ખાસ કરીને સંસ્થાકીય તેમજ HORECA સેગમેન્ટમાં સારી માંગ રિકવરીને કારણે મિલ્ક પાઉડરની ઇન્વેન્ટરીને મજબૂત બનાવવા માટે સક્ષમ રહ્યું છે. લિક્વિડી મિલ્ક સેગમેન્ટમાં આવક 7-9 ટકાના દરે વિસ્તરણ પામે તેવો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...