તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો ટ્રેન્ડ:ગ્રાહકો પાસે હાથ ઉપર રોકડ હોવા છતાં ઇએમઆઇથી ખરીદીનો વધી રહેલો ક્રેઝ

મુંબઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ અનિશ્ચિતતાના કારણે ખરીદીના વ્યવહારમાં આવ્યો બદલાવ
  • બાય નાઉ, પે લેટર માટેનું વલણ વધ્યું

કોરોના મહામારીના કારણે ચાલી રહેલી અનિશ્ચિતતાની વચ્ચે ભારતીય ગ્રાહકો- વપરાશકારોના ખરીદીના વ્યવહારોમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમની પાસે રોકડ હોવા છતાં તેઓ બાય નાઉ, પે લેટર અથવા ઇએમઆઇ જેવી સ્કીમ્સ મારફત ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. વિવિધ કંપનીઓ પાસેથી મળેલા ડેટા અનુસાર આ નવો ટ્રેન્ડ જાણવા મળ્યો છે.

ફાઇનાન્સિયલ સોલ્યૂશન કંપની રેજરપેના એક અહેવાલ અનુસાર લોકડાઉનના પહેલા 250 દિવસ (29 માર્ચથી 29 માર્ચ 2020)ની તુલનામાં આગલાં 250 દિવસ (30 નવેમ્બર-20થી તા. 6 ઓગસ્ટ- 2020)ની વચ્ચેના ગાળામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શખન 80 ટકા વધ્યા છે. તે દરમિયાન પે લેટર અને કાર્ડલેસ ઇએમઆઇ જેવાં પેમેન્ટના નવા પ્રકારોમાં ક્રમશ: 220 ટકા અને 207 ટકાનો સ્થિર ગ્રોથ જોવા મળ્યો છે.

નિષ્ણાતોના મત અનુસાર, કોરોના કાળ દરમિયાન થયેલી છટણી તેમજ વેતનકાપ પછી લોકો તેમની બચતને સુરક્ષિત રાખવા ઇચ્છી રહ્યા છે. જેથી ખરાબ સમયમાં તેની જરૂરત પડે તો તે કામ લાગી શકે. ત્યારે બીજી તરફ વ્યાપાર કરનારાઓ વચ્ચે ચૂકવણી સ્વીકારવાના તમામ વિકલ્પો વચ્ચે ઓનલાઇન પેમેન્ટને અપનાવવાનું ચલણ વધી રહ્યું છે.

ડિજિટલ પેમેન્ટ કંપની ઇઝીટેપે જુલાઇ-21માં ઇએમઆઇના વોલ્યૂમમાં કોરોના મહામારી વધવા પહેલાં ફેબ્રુઆરી-20ની તુલનામાં 220 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. કંપનીના હેડ ઓફ પ્રોડક્ટ્સ ભાસ્કર ચેટરજી કહે છે કે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પોઇન્ટ ઓફ સેલ તથા એનબીએફસી ચેનલથી ઇએમઆઇ અને બાય નાઉ પે લેટરના માધ્યમથી ખરીદી વધી રહી છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનની રકમ કોરોના કાળમાં 73.4% વધી
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ના આંકડાઓ અનુસાર માસિક એનએસીએચ ડેબિટ ઓફ રેકરિંગ પેમેન્ટ્સમાં ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ-20માં 413.6 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા. તેના મારફત 35351.11 કરોડ રૂપિયાની લેણદેણ થઇ હતી. જુલાઇ 2021માં ટ્રાન્ઝેક્શનની સંખ્યા 577.3 લાખ ઉપર પહોંચી ગઇ છે.

કેટલીક બેન્કોએ પણ બાય નાઉ, પે લેટર પ્રોડક્ટ લોન્ચ કરી છે
આઇસીઆઇસીઆઇ બેન્કે એપ ઉપર પે લેટરની શરૂઆત કરી રહી છે. ત્યારે એક્સિસ બેન્કે પણ તેની પેટા કંપની ફ્રીચાર્જના માધ્યમથી હાલમાં એક નવી બાય નાઉ, પે લેટર પ્રોડક્ટ લોન્ચ કરી છે.

ઇએમઆઇ ઉપર ભરોસો વધ્યો
કોરોનાએ લગભગ મોટાભાગના ગ્રાહકો અને વપરાશકારોના રોકડ પ્રવાહ (કેશ ફ્લો)ને અસર પાડી છે. તેઓ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પોતાની પાસે કેશ બચાવી રાખવા ઇચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...