• Gujarati News
  • Business
  • The Group Along With Gaidot Won The 94 Billion Bid, Will Operate For The Next 32 Years.

અદાણીની ઈઝરાયેલમાં એન્ટ્રી:ગ્રુપે ગેડોટની સાથે મળીને 94 અબજની બીડ જીતી, જે ઇઝરાયેલનું બીજું સૌથી મોટું બંદર બનશે

તેલ અવીવ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 32 વર્ષ સુધી કરશે ઓપરેટ

એશિયાના સૌથી અમીર બિઝનેસમેન ગૌતમ અદાણીના ગ્રુપે પોતાના પાર્ટનર ગેડોટની સાથે મળીને ઇઝરાયેલના હાઈફા પોર્ટના પ્રાઈવેટાઈઝેશનની બીડ જીતી લીધી છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ, પોર્ટમાં 70% ભાગીદારી અદાણી પોર્ટની પાસે રહેશે, તો બાકીના 30% શેર ગેડોટ પાસે રહેશે. ગેડોટ હાઈફ ઇઝરાયેલમાં અનાજ અને કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં મોટું નામ છે. મેડિટેરિયન કોસ્ટ પર સ્થિત હાઈફા પોર્ટ ઇઝરાયેલનું એક મેજર ટ્રેડ હબ છે.

ગૌતમ અદાણીએ ગુરુવારે ટ્વીટ કરીને આ બીડ જીતી હોવાની જાણકારી આપી. તેમણે લખ્યું છે, 'અમારા પાર્ટનર ગેડોટની સાથે મળીને ઇઝરાયેલના હાઈફા પોર્ટના પ્રાઈવેટાઈઝેશન માટે બોલી જીતવાની ખુશી છે. આ પોર્ટ બંને દેશો માટે અત્યાધિક સ્ટ્રેટેજિક અને હિસ્ટોરિક મહત્ત્વ ધરાવે છે. હાઈફામાં હોવાનું ગર્વ છે, જ્યાં ભારતીયોએ 1918માં નેતૃત્વ કર્યું.' અદાણી ગ્રુપ ભારતમાં 10 પોર્ટનું સંચાલન કરે છે.

અદાણી ઇઝરાયેલના ગેડોટની સાથે મળીને આ બીડ માટે 4.1 બિલિયન શેકેલ (94 અબજ રૂપિયા)ની બોલી લગાવી હતી. બોલી જીત્યા બાદ હવે ઇઝરાયેલના બીજા સૌથી પોર્ટનું સંચાલન અદાણી અને ગેડોટ મળીને કરશે. આ બંને કંપની મળીને બીડમાં સામેલ અન્ય કંપનીઓ ડીએઓ, ઇઝરાયેલ શિપયાર્ડ અને શાફિર એન્જિનિયરિંગને પાછળ છોડી દીધા છે. અદાણી ગ્રુપ આગામી 32 વર્ષ એટલે કે 2054 સુધી આ પોર્ટનું સંચાલન કરશે.

ઇઝરાયેલના નાણામંત્રી એવિગ્ડોર લિબરમેને કહ્યું હતું કે આ ઇઝરાયેલના નાગિરકો માટે ઘણા સારા સમાચાર છે. હાઈફા પોર્ટના પ્રાઈવેટાઈઝેશનથી પોર્ટમાં પ્રતિસ્પર્ધા વધશે અને આ રીતે જીવન જરૂરી વસ્તુની કિંમત પણ ઘટશે.

આ ઇઝરાયેલનો બીજો સૌથી મોટો પોર્ટ
ઇઝરાયેલનો સૌથી મોટું પોર્ટ અશદોદ છે. હાઇફા બીજા નંબરે છે. 2021માં ઇઝરાયેલમાં તમામ કન્ટેનર કાર્ગોનો લગભગ 47% હિસ્સો હાઈફા પોર્ટ પરથી જ પસાર થયો હતો. પેસેન્જર ટ્રાન્સપોર્ટેશનના મામલે હાઈફા ઇઝરાયેલનો મુખ્ય પોર્ટ છે.

અન્ય સમાચારો પણ છે...