તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Corona Boosted The Government's Woes, Borrowed Rs. 5.5 Lakh Crore From Market In Current Fiscal

ઉધારી:કોરોનાએ સરકારની આર્થિક ભીંસ વધારી, ચાલુ નાણાકીય વર્ષમાં બજારમાંથી રૂ. 5.5 લાખ કરોડ ઉધાર લીધા

અમદાવાદએક મહિનો પહેલા
  • રિલાયન્સ જિયોની માર્કેટ વેલ્યુ જેટલી તો ભારત સરકારની ઉધારી છે
  • છેલ્લા છ સપ્તાહથી સરકાર બજારમાંથી દર અઠવાડિયે રૂ. 34,000 કરોડ ઉઠાવે છે
  • રાજ્ય સરકારોની પણ માર્કેટ બોરોઇંગ વધી, જોકે ગુજરાતની ઉધારી 10% ઘટી

કોરોના મહામારી બાદ દેશની આર્થિક હાલત ખરાબ થઇ છે. લોકડાઉનને કારણે દેશની ઈકોનોમીને ભારે ફટકો પડ્યો છે અને સરકારની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. આ બધા વચ્ચે વિવિધ યોજનાઓ ચાલુ રાખવા અને આર્થિક સહયોગ પૂરો પાડવા માટે સરકાર બજારમાંથી પૈસા ઉપાડી રહી છે. રેટિંગ એજન્સી કેર રેટિંગ્સના એક રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારનું માર્કેટ બોરોઇંગ 7 ઓગસ્ટ સુધીમાં રૂ. 5.5 લાખ કરોડને આંબી ગયું છે. આ વર્ષે સરકારની ઉધારી ગત વર્ષના સમાન ગાળા કરતાં 71% વધુ છે. જોકે, આના માટે સરકાર વ્યાજ પણ વધુ ચૂકવી રહી છે.

રસપ્રદ તુલનાઃ રિલાયન્સ જિયોના માર્કેટ વેલ્યુ બરાબર સરકારની ઉધારી
આ વાતને બીજી રીતે જોઈએ તો, કેન્દ્ર સરકારે છેલ્લા ચાર મહિનામાં બજારમાંથી જેટલા રૂપિયા ઉપાડ્યા છે તે લગભગ લગભગ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સની માર્કેટ વેલ્યુએશન બરોબર છે. હાલમાં તેની માર્કેટ વેલ્યુ રૂ. 5 લાખ કરોડ અંદાજવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારનું માર્કેટ બોરોઇંગ 7 ઓગસ્ટ સુધીમાં રૂ. 5.5 લાખ કરોડ થયું છે.

સરકાર દર સપ્તાહે રૂ. 34,000 કરોડ ઉધાર લે છે
રિપોર્ટના આંકડા જોઈએ તો સરકાર દર સપ્તાહે બજારમાંથી રૂ. 34,000 કરોડ ઉધાર લે છે અને આવું છેલ્લા 6 સપ્તાહથી થઇ રહ્યું છે. આમ તો, જુન અને જુલાઈના 9 સપ્તાહ દરમિયાન સરકારે 2 વખત રૂ. 32,000 કરોડની લોન લીધી હતી. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં પણ માર્કેટ બોરોઇંગ રૂ. 34,000 કરોડ હતું.

નિશ્ચિત વાર્ષિક મર્યાદાના 46% દેવુ થઈ રહ્યું છે
કેન્દ્ર સરકાર જરૂર પડે તે મુજબ બજારમાંથી નાણાની જોગવાઈ કરતી હોય છે. તેની એક નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવે છે. કેર રેટિંગ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21 માટે સરકારે રૂ. 12 લાખ કરોડની લિમીટ નક્કી કરી હતી. આમાંથી પહેલા 6 મહિનામાં રૂ. 7 લાખ કરોડનું માર્કેટ બોરોઇંગ કરવાની મર્યાદા રાખવામાં આવી હતી. આ પ્રમાણે જોઈએ તો વાર્ષિક મર્યાદાના 46% અને અર્ધવાર્ષિક મર્યાદાના 78.57% લોન સરકાર લઇ ચુકી છે.

ગુજરાતની માર્કેટ બોરોઇંગ 10% ઘટી
રાજ્ય સરકારો સ્ટેટ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અથવા સ્ટેટ ડેવલપમેન્ટ લોન (SDL) મારફત બજારમાંથી ભંડોળ મેળવતી હોય છે. કોરોના અને લોકડાઉન આવ્યા બાદથી ચાલુ નાણાકીય વર્ષમાં 25 રાજ્યો અને 1 યુનિયન ટેરીટરીએ કુલ મળીને રૂ. 2.28 લાખ કરોડનું બોરોઇંગ કર્યું છે. ગત વર્ષની સરખામણીએ તે 58% વધુ છે. આ વર્ષે ગુજરાતનું માર્કેટ બોરોઇંગ 10% ઘટ્યું છે. આ સમયમાં ગુજરાત સરકારે SDL મારફત રૂ. 10,780 કરોડ ભેગા કર્યા છે. ગત વર્ષે આ રકમ રૂ. 12,000 કરોડ હતી.

મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટકની ઉધારી સૌથી વધુ વધી
કેર રેટિંગ્સના રાજ્ય સરકારના બોરોઇંગ પરના રિપોર્ટ મુજબ કર્નાટકની માર્કેટ બોરોઇંગ 333% વધી છે. તેવી જ રીતે મહારાષ્ટ્રએ આ વર્ષે બજારમાંથી 156% વધુ ઋણ લીધું છે. તમિલનાડુની માર્કેટ બોરોઇંગ 126% વધુ રહી હતી. રાજ્યોએ કરેલા કુલ માર્કેટ બોરોઇંગમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુની હિસ્સેદારી 30% છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો