સુધારો:સરકારના પ્રયાસોની અસર દેખાઇ NBFCની સ્થિતિમાં ધીમો સુધારો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાર માપદંડો પર સરવે હાથ ધર્યો, ઓગસ્ટમાં માસવાર પ્રદર્શન સુધર્યું

કેન્દ્ર સરકારે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓની સ્થિતિમાં સુધારા માટે જે મહત્વની જાહેરાતો કરી હતી તેની અસર જોવા મળી રહી છે. એનબીએફસી માટે ઓગસ્ટનો મહિનો જુલાઈ કરતાં સારો રહ્યો છે. સેક્ટર મહામારીની અસરમાંથી બહાર આવી રહ્યુ છે. આ માહિતી બ્લૂમબર્ગ દ્વારા ચાર માપદંડો માટે હાથ ધરવામાં આવેલા સરવે પરથી મળી છે.

પાંચ વર્ષના એએએ રેટેડ બોન્ડના એક ઈન્ડેક્સ અનુસાર, એનબીએફસીના બોન્ડનુ પ્રિમિયમ ઓગસ્ટમાં ઘટી 2 વર્ષના તળિયે પહોંચ્યુ છે. આઉટસ્ટેન્ડિંગ ડેટ, બોન્ડ સ્પ્રેડ, અને શેર પર્ફોર્મન્સના 3 અન્ય માપદંડો પર ઓગસ્ટમાં એનબીએફસીનુ પ્રદર્શન જુલાઈની તુલનાએ સ્થિર રહ્યુ છે. બોન્ડ સ્પ્રેડ અને શેર પર્ફોર્મન્સના આધારે મજબૂતીના સંકેત મળ્યા છે. સપ્ટેમ્બર, 2018માં આઈએલએન્ડએફએસ ગૃપની કંપનીઓ દ્વારા લોનની ચુકવણીમાં એક પછી એક અચાનક અનેક ડિફોલ્ટ થયા બાદ એનબીએફસી સેક્ટર સંકટમાં મુકાયુ હતું. પરંતુ કોરોના સંકટના લીધે દેશનો જીડીપી ગ્રોથ રેટ વધુ ન ઘટે તે હેતુ સાથે એનબીએફસી સેક્ટરને મજબૂત બનાવવા સરકાર પ્રયત્નશીલ બની છે.

રોકાણકારોની ચિંતા દૂર કરવી જરૂરી: નિષ્ણાતો
એનબીએફસીની રોકડ સમસ્યા ભલે ઉકેલાઈ ગઈ હોય પરંતુ સરકારે આ કંપનીઓ વિશે રોકાણકારોની ચિંતા દૂર કરી નથી. કેયર રેટિંગ્સના સિનિયર ડિરેક્ટર સંજય અગ્રવાલ અનુસાર, આરબીઆઈ દ્વારા લોનનો હપ્તો ચૂકવવામાં છ મહિનાનુ મોરેટોરિયમ આપવાથી એનબીએફસી દ્વારા ફાળવાયેલી લોનની વસૂલાત પર પ્રતિકૂળ અસર થઈ છે. ખાસ કરીને નાની એનબીએફસી માટે ફરીથી ફંડિંગ એકત્ર કરવુ મુશ્કેલ બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...