સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ.65000 કરોડનો ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નક્કી કર્યો છે. સરકારે LICના IPO અને ONGCમાં ઓફર ફોર સેલ દ્વારા રૂ. 23574 કરોડ એકત્ર કર્યા છે. બાકીની રકમ એકત્ર કરવા માટે સરકાર ત્રણ કંપનીઓને વેચવાની તૈયારી કરી રહી છે. સરકાર આ નાણાકીય વર્ષમાં ત્રણ સરકારી કંપનીઓને વેચવા જઈ રહી છે.
સરકારે આશા વ્યક્ત કરી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.65000 કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ હાંસલ કરવામાં આવશે. ટાર્ગેટને પૂર્ણ કરવા માટે સરકારને અપેક્ષા છે કે ઓછામાં ઓછી ત્રણ કંપનીઓનું વેચાણ આવતા વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે અને તેના પરિણામે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવાનું સરળ બનશે.
નાણા મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આઇડીબીઆઇ બેંક, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને BEML લિમિટેડનું વેચાણ ચાલુ નાણાકીય વર્ષમાં પૂર્ણ થઈ જશે. આ સાથે કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને હિન્દુસ્તાન ઝિંકના ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા પણ માર્ચ 2023 પહેલા શરૂ થશે.
સરકારે ગયા વર્ષે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને વધારીને રૂ.78000 કરોડ કર્યો હતો. પરંતુ એલઆઈસીના આઈપીઓમાં વિલંબના કારણે સરકાર તેને હાંસલ કરી શકી નથી. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ કે છેલ્લા ત્રણ વર્ષમાં કોરોના મહામારી જેવા કારણોસર ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાઓ પ્રભાવિત થઈ હતી.
હિન્દુસ્તાન ઝિંક દ્વારા 38000 કરોડ એકત્ર કરશે
કેબિનેટે ગત સપ્તાહે હિન્દુસ્તાન ઝિંકમાં 29.58 ટકા હિસ્સો વેચવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સાથે સરકારને 38000 કરોડ રૂપિયા મળી શકે છે. IDBI બેંકમાં હિસ્સો વેચવા માટે નાણા મંત્રાલયના અધિકારીઓ આ સપ્તાહે યુએસની મુલાકાત લેશે અને ત્યાંના ટોચના રોકાણકારોને મળશે. અધિકારીઓને આશા છે કે તેની વેચાણ પ્રક્રિયા જુલાઈમાં શરૂ થઈ જશે. અમે IDBIમાં થોડો સમય લઈ રહ્યા છીએ કારણ કે આ તેના પ્રકારનો પ્રથમ ટ્રાન્ઝેક્શન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.