• Gujarati News
  • Business
  • The Government Will Guarantee 85 Per Cent Payment On Behalf Of The Bad Bank, Totaling Rs 30,600 Crore

NPAના ઉકેલ માટેની સુવિધા:સરકાર બેડ બેંક વતી 85 ટકા ચુકવણીની બાંયધરી આપશે, કુલ સાઇઝ 30600 કરોડ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બેન્કોની મોટી રકમની NPAના ઉકેલ માટેની સુવિધા બેડ બેન્ક નેશનલ એસેટ રિસ્ટ્રક્ચરિંગ કંપની લિમિટેડ (NARCL) વતી સરકાર 85% ચુકવણીની ગેરંટી આપશે. ગેરંટીની કુલ સાઈઝ 30,600 કરોડ રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ નિર્ણય બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. 2 લાખ કરોડની એનપીએ ઓળખ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 90 હજાર કરોડની એનપીએ એનએઆરસીએલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેનું સમાધાન ઇન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની લિમિટેડ (IDRCL) કરશે. આ બંને કંપનીઓ સરકાર અને બેન્કોનું સંયુક્ત સાહસ છે.
દેશમાં પહેલાંથી જ 28 એસેટ રિસ્ટ્રક્ચરિંગ કંપનીઓ છે, પરંતુ તેઓ માત્ર નાની રકમની NPA ઉકેલવામાં સક્ષમ હતી. આ ARCs મોટી રકમની NPAનો ઉકેલ કરવાથી ડરતી હતી. હવે મોટી એનપીએની પતાવટ થશે અને બેંકો પરનું ભારણ ઘટશે. - નિર્મલા સીતારમણ, નાણામંત્રી

NPAની ફેસ વેલ્યુના તફાવતને આવરી લેશે
બેડ બેંકો વેલ્યુએશન કર્યા બાદ એનપીએ ખરીદે છે. જે ડિસ્કાઉન્ટેડ પ્રાઈસમાં તાય છે. ધારો કે NARCL 10 હજાર કરોડની NPA માટે 4000 કરોડની ફેસ વેલ્યુ નક્કી કરે છે. તેમાંથી એનઆરસીએલ 600 કરોડની રકમમાંથી 15% રકમ બેંકને આપશે. બાકીના 85% એટલે કે 3400 કરોડ રૂપિયા SR NRCL બેંકને આપવામાં આવશે.
1. NPA વેચીને ચાર હજાર કરોડ ઉપલબ્ધ ગેરંટીનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે ફેસ વેલ્યુ પ્રાપ્ત થઈ છે.
2. NPAs વેચીને 4000કરોડથી વધુ મેળવ્યા.
તે રૂપિયા બેંકમાં જમા થશે. ગેરંટીનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
3. ચાર હજાર કરોડથી ઓછા અર્થાત માત્ર 3000 કરોડ મળ્યા.
બેન્કને એક હજાર કરોડની ગેરંટી આપવામાં આવશે.

બેંકોના લાભો: બેંકને જાણ થશે કે, તેને NPAs સામે લઘુતમ કેટલી રકમ મળશે. જો એનપીએ ઓછી કિંમતે વેચાય તો પણ તે ન્યૂનતમ રકમ ઉપલબ્ધ કરી શકશે. જો વધારે વેચાય તો તે વધારાની રકમ પણ બેંકમાં જ રહેશે.
એનઆરસીએલ: એનઆરસીએલએ ડર્યા વિના મોટી એનપીએ ઉકેલવા સક્ષમ બનશે કારણકે તેને બજાર કિંમતના માત્ર 15 ટકા રોકડમાં ચૂકવવા પડશે. બાકીની રકમ SR તરીકે આપવાની છે. જો રિકવરી ન થાય તો પણ ભારણ NRCL પર નહીં પડે.

  • આ ગેરંટી NPAના નિરાકરણ અથવા લિક્વિડ થયા બાદ રોકડમાં થશે
  • SR ખરીદી અને વેચી શકાશે. તેનાથી બેંકોમાં લિક્વિડિટી પણ વધશે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...