તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈમ્પેક્ટ:રોકાણકારોને આકર્ષવા ટેક્સમાં છૂટ દેવાની સરકારની વિચારણા, ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે 10 વર્ષ માટે કરમાં રાહત આપવામાં આવશે

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવો ધંધો શરૂ કરનારને આનો લાભ આપવામાં આવશે
 • ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ ઉદ્યોગ ક્લસ્ટરોની પસંદગી કરવામાં આવી

કોરોના વાયરસથી તૂટી પડેલી અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. આ દિશામાં, વાણિજ્ય મંત્રાલય નવા રોકાણકારોને અનેક પ્રકારના ટેક્સ છૂટ આપવાનું વિચારી રહ્યું છે. આ બાબતથી પરિચિત સૂત્રોના હવાલેથી ઇટીના રિપોર્ટમાં આ વાત કરવામાં આવી છે. જો કે, આ તમામ પ્રકારના ટેક્સ છૂટ ફક્ત નવા વ્યવસાય શરૂ કરવા પર ઉપલબ્ધ રહેશે.
500 મિલિયન ડોલરથી વધુના રોકાણો પર ટેક્સમાં 10 વર્ષ છૂટ
વાણિજ્ય મંત્રાલયની દરખાસ્ત મુજબ નવી કંપનીઓને રોકાણના આધારે ટેક્સ છૂટ આપવામાં આવશે. જો કોઈ કંપની 500 મિલિયન ડોલરથી વધુનું નવું રોકાણ કરે છે, તો તેને 10 વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ છૂટ મળશે. દરખાસ્ત મુજબ આ કર મુક્તિનો લાભ લેવા કંપનીઓએ 1 જૂનથી 3 વર્ષમાં કામગીરી શરૂ કરવાની રહેશે. મેડિકલ ડિવાઇસીસ, ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ ઇક્વિપમેન્ટ અને કેપિટલ ગુડ્ઝ સાથે સંકળાયેલી કંપનીઓને આ ટેક્સ છૂટ મળશે.
મજૂર આધારિત ક્ષેત્રોમાં 100 મિલિયન ડોલરના રોકાણ પર કર મુક્તિ
સૂત્રએ જણાવ્યું હતું કે જે કંપનીઓ કાપડ, ફૂડ પ્રોસેસિંગ, ચામડા અને ફૂટવેર ક્ષેત્ર જેવા મજૂર આધારિત ક્ષેત્રોમાં 100 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરે છે તેમને ચાર વર્ષ માટે સંપૂર્ણ કર મુક્તિ મળશે. આ પછી, કોર્પોરેટ ટેક્સ આગામી 6 વર્ષ માટે 10%ના ઘટાડેલા દરે ભરવો પડશે. નાણા મંત્રાલયે આ દરખાસ્તને મંજૂરી આપવાની બાકી છે. જોકે, આ અંગે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ચીનથી આવનારી કંપનીઓને આકર્ષવાની તૈયારી શરૂ થઈ
કોરોના વાયરસથી બગડતી અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકારે રોકાણકારોને રિઝવવાનું શરૂ કર્યું છે. આ અંતર્ગત, ચીન છોડતી કંપનીઓને ભારતમાં નવો પ્લાન્ટ સ્થાપવા માટે સરળતાથી જમીન આપવામાં આવી રહી છે. કોરોના રોગચાળાને કારણે ભારતના અર્થતંત્રમાં ચાર દાયકાના મોટા સંકોચનનું કારણ બન્યું છે. હજી સુધી સરકારે કોઈ મોટા રાહત પેકેજની પણ જાહેરાત કરી નથી. કોરોનાને લીધે, એપ્રિલમાં લગભગ 1.22 કરોડ લોકોએ નોકરી ગુમાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો