આર્થિક મોરચે પર સારા સમાચાર:સરકારને GSTથી 1.30 લાખ કરોડ મળ્યાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • GST લાગુ થયા બાદ ઓક્ટોબરમાં બીજું સૌથી મોટું કલેક્શન, ગુજરાતનો ફાળો ~8,497 કરોડ
  • સતત ચોથા મહિને 1 લાખ કરોડથી વધુ GST કલેક્શન
  • ...બીજી બાજુ શેરબજાર ફેસ્ટિવલ મૂડમાં : 3 દિવસ પછી સેન્સેક્સ 831 પોઇન્ટ અપ

દિવાળી પહેલાં આર્થિક મોરચે પર સારા સમાચાર મળ્યા છે. વેક્સિનેશનમાં વધારો તથા કોરોનાનાં નિયંત્રણોમાં છૂટછાટને પગલે બજારમાં તેજી પાછી ફરી છે. સોમવારે જારી જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના આંકડાઓ અનુસાર ગત ઓક્ટોબરમાં કુલ કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે નોંધાયું છે. છેલ્લે એપ્રિલ 2021માં સૌથી વધુ 1.41 લાખ કરોડ રૂપિયા જીએસટી કલેક્શન નોંધાયું હતું. સતત ચોથા મહિને એક લાખ કરોડથી વધારે જીએસટી કલેક્શન નોંધાયું છે.

માર્કેટકેપમાં 3 લાખ કરોડનો વધારો
બપોર બાદ વધેલી ખરીદીના કારણે શેરબજારમાં સોમવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 831.53 પોઇન્ટ (1.40%) વધીને ફરી 60 હજારને પાર થયો હતો. નિફ્ટીમાં 258 પોઇન્ટ (1.46%) ઉછાળો રહ્યો હતો. નિફ્ટી 17,900ને પાર થઈને 17,929.65 પર બંધ આવ્યો હતો. મજબૂત ત્રિમાસિક પરિણામો, મેક્રો ઇકોનોમિકના વિશ્લેષકોએ આપેલા આંકડાઓ GST કલેક્શનમાં વધારો સહિતનાં પરિબળોના પગલે ખરીદદારોનું જોર વધ્યું હતું.

શેરબજારમાં વિવિધ સેક્ટરમાં ચોતરફી ખરીદી
રિયલ્ટી, ટેલિકોમ, મેટલ, ટેક, આઇટી શેરોના નેતૃત્વમાં બજારમાં ચોતરફી ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30માંથી 26 શેર ગ્રીન નિશાન સાથે બંધ થયા હતા. સૌથી વધુ 7.75%નો ઉછાળો ઇન્ડસઇન્ડ બેન્કના શેરોમાં નોંધાયો હતો. એ પછીના ક્રમે એચસીએલ ટેક, ભારતીય એરટેલ, તાતા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને ડૉ.રેડ્ડીઝ હતા.

અન્ય સમાચારો પણ છે...