તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • The Government And The RBI Have So Far Announced Rs. 7.4 Lakh Crore, Now Waiting For The Remaining 12.4 Lakh Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિક પેકેજ:સરકાર અને રિઝર્વ બેન્કે અત્યાર સુધીમાં રૂ. 7.4 લાખ કરોડની જાહેરાત કરી છે, હવે બાકીના 12.4 લાખ કરોડની રાહ

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રધાનમંત્રીએ મંગળવારે રૂ. 20 લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષના કરી હતી
 • આ પેકેજના અંદાજીત 37% જેટલી સહાય સરકાર અત્યાર સુધીમાં કરી ચુકી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે લડતના ભાગ રૂપે અને દેશના અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા માટે રૂ. 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજની જાહેરાત કરતી વખતે તેમને કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને નાણા મંત્રાલયે અત્યાર સુધીમાં જે જાહેરાતો કરી છે તે પણ આ પેકેજનો એક ભાગ જ ગણાશે. તે હિસાબે અત્યાર સુધીમાં સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનામાં અલગ અલગ રીતે રૂ. 7.4 લાખ કરોડની આર્થિક સહાય કરવામાં આવી છે. આ રકમ મંગળવારે જાહેર કરાયેલા પેકેજના 37% જેટલી થવા જાય છે.

આજથી રૂ. 12.4 લાખ કરોડની તબક્કાવાર જાહેરાત થશે
વડાપ્રધાને આ પેકેજની જાહેરાતની જવાબદારી નાણામંત્રી નિર્મલા સીતારામનને સોપી છે. આજે બુધવારે સાંજે 4 વાગ્યે તે પેકેજની જાહેરાત કરશે. હવે રૂ. 20 લાખ કરોડના આર્થિક પેકેજમાંથી રૂ. 7.4 લાખ કરોડની જાહેરાત અગાઉ થઇ ચુકી છે. આ હિસાબે હવે નાણામંત્રી આજથી તબક્કાવાર રીતે બાકી રહેતા રૂ. 12.4 લાખ કરોડની જાહેરાત કરશે. હવે જોવાનું એ રહે છે કે કોના માટે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે.

ભારતે વિશ્વનું 5મુ સૌથી મોટું આર્થિક સહાય પેકેજ આપ્યું
ફોર્બ્સની યાદી જોઈએ તો અત્યાર સુધીમાં જે દેશોએ રાહત પેકેજ જાહેર કર્યા છે તેમાં આજની જાહેરાત બાદ ભારત ટકાવારીની રીતે વૈશ્વિક સ્તરે પાંચમાં સ્થાને છે. અત્યાર સુધી ભારત ટોપ-10ની યાદીમાં નહોતું આવ્યું. ટકાવારીની રીતે જોઈએ તો આ પેકેજ અમેરિકા કરતાં માત્ર 3% ઓછુ છે જયારે જ્યાંથી કોરોનાની શરૂઆત થઇ છે તેવા ચીન કરતાં ભારતનું પેકેજ અંદાજે 2.5 ગણું મોટું છે. ચીને તેના GDPના 3.8% રાહત પેકેજની ઘોષના કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો