ક્રિપ્ટો રુપી ઇન્ડેક્સ:ક્રિપ્ટોમાં સૌપ્રથમ બેન્ચમાર્ક ઇન્ડેક્સ CRE8 રજૂ કરાયો

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રિપ્ટોમાં અત્યાર સુધી વિદેશી ચલણમાં થતી કામગીરી અને ટ્રેન્ડને વધુ સારી રીતે સમજવા માટે ભારતીય ચલણમાં ક્રિપ્ટોમાં રોકાણ કરતી ભારતની સૌથી મોટી ક્રિપ્ટો એપ કોઇનસ્વિચએ ભારતીય રૂપિયા આધારિત ક્રિપ્ટો માર્કેટને પારખવા માટે ભારતનો સૌપ્રથમ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ક્રિપ્ટો રુપી ઇન્ડેક્સ (CRE8) રજૂ કર્યો છે.

કોઇનસ્વિચ અને સંચાલિત, CRE8 દ્વારા ભારતીય રૂપિયામાં ટ્રેડ થતી ક્રિપ્ટોના કુલ બજાર મૂડીકરણના 85% પ્રતિનિધિત્વ ધરાવતી આઠ ક્રિપ્ટો એસેટ્સની કામગીરી પર નજર રાખે છે. ક્રિપ્ટો પર આજે લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે ત્યારે આશરે 18 મિલીયન જેટલા રજિસ્ટર્ડ યૂઝર્સ દ્વારા છે. વૈશ્વિક બજારોમાંથી ક્રિપ્ટો ખરીદવા માટેની સવલત પૂરી પાડવા 2017માં તેની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે જૂન 2020માં INR-Crypto ટ્રેડિંગ સુધી તેને લંબાવ્યુ હતુ, જેના કારણે કરોડો ભારતીયોને ક્રિપ્ટો ક્રાંતિમાં ભાગ લેવા સરળ, સુરક્ષિત અને સલામત પ્લેટફોર્મ મળ્યુ હતું. ક્રિપ્ટો માર્કેટમાં વધુ પારદર્શકતા લાવવા અને ભારતીય માર્કેટને માપવા સરળ અને સાદી રીતે સમજણ પૂરી પાડવા સાથે યૂઝર્સને સજ્જ કરવા માટે CRE8 એ અમારી પ્રતિબદ્ધતાનું પ્રદર્શન છે.

ઇન્ડેક્સ વાસ્તવિક થતા ટ્રેડ્ઝના આધારે ભારતીય રૂપિયાના પ્રભુત્વવાળા ક્રિપ્ટો માર્કેટ આધારિત વિશ્વસનીય, રિયલટાઇમ દ્રષ્ટિકોણ પૂરો પાડે છે ત્યારે તે ભારતીય યૂઝર્સને શાણપણભર્યા રોકાણ નિર્ણયો લેવામાં મદદ કરે છે” તેમ કોઇનસ્વિચના કો-ફાઉન્ડર અને સીઇઓ આશિષ સિંઘાલે જણાવ્યું હતુ. ભારતીય રોકાણકારો ક્રિપ્ટો માર્કેટમાં સુરક્ષિત રહી શકે તે માટે આ ઇન્ડેક્સ કોઇનસ્વિચ પર ખરેખર થતા વ્યવહારોને આધારે ક્રિપ્ટો માર્કેટ પરનું ઊંડુ જ્ઞાન પૂરુ પાડે છે.

અન્ય સમાચારો પણ છે...