તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • The Finance Minister Said The Government Was Disinvesting, Not Selling 'household Jewelery'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીતારામનનો વિપક્ષને જવાબ:નાણામંત્રીએ કહ્યું સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, ‘ઘરનાં ઘરેણાં’ નથી વેચી રહી

નવી દિલ્હી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે સરકારી કંપનીઓની સંખ્યા ઘણી વધુ છે, એ નબળી સ્થિતિમાં છે, જે સારૂં કામ કરે છે, એના પર અમે ધ્યાન આપી શકતા નથી. સરકારી કંપનીઓની સંખ્યા ઘટવી જોઈએ અને એનો આકાર વધવો જોઈએ. - Divya Bhaskar
નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે સરકારી કંપનીઓની સંખ્યા ઘણી વધુ છે, એ નબળી સ્થિતિમાં છે, જે સારૂં કામ કરે છે, એના પર અમે ધ્યાન આપી શકતા નથી. સરકારી કંપનીઓની સંખ્યા ઘટવી જોઈએ અને એનો આકાર વધવો જોઈએ.
 • વિનિવેશની સ્પષ્ટ નીતિ બનાવાઈ છે, જેથી જનતાના ટેક્સના પૈસાનો સારો ઉપયોગ થાય
 • સરકાર ઈચ્છે છે કે સરકારી કંપનીઓની સંખ્યા ઓછી થાય અને તેઓ સારું પર્ફોર્મ કરે

નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટને લઈને વિપક્ષના એ આરોપને નકારી દીધો કે તેઓ ઘરનાં ઘરેણાં વેચી રહ્યાં છે. તેમણે રવિવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં દેશના મુખ્ય ઉદ્યોગપતિઓને સંબોધિત કરતાં કહ્યું કે સરકારે પ્રથમવાર વિનિવેશને લઈને એક સ્પષ્ટ નીતિ બનાવી છે, જેથી જનતાના ટેક્સના પૈસાનો સારો ઉપયોગ થાય. સરકાર ઈચ્છે છે કે કેટલાંક ખાસ સેક્ટરમાં જ કેટલીક જૂજ સરકારી કંપનીઓ હોય અને એ સારું પરફોર્મ કરે.

સીતારામને કહ્યું હતું કે વિપક્ષ આરોપ લગાવે છે કે અમે ‘ઘરનાં ઘરેણાં’ વેચી રહ્યાં છીએ, એવું નથી. ઘરની કીમતી ચીજને મજબૂત કરવામાં આવી રહી છે. અત્યારે એની સંખ્યા ઘણી વધારે છે અને એ નબળી સ્થિતિમાં છે. જે સારું કામ કરી રહ્યા છે એના પર અમે ધ્યાન આપી શકતા નથી. સરકારી કંપનીઓની સંખ્યા ઘટવી જોઈએ અને એનો આકાર વધવો જોઈએ.

બજેટમાં બે સરકારી બેન્કોના વ્યૂહાત્મક વિનિવેશની થઈ છે ઘોષણા
1 ફેબ્રુઆરીએ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કરતા નાણાં મંત્રીએ કહ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં IDBI બેન્કની સાથે બે સરકારી બેન્કોનું વ્યૂહાત્મક વિનિવેશ કરવામાં આવશે. એક સરકારી સાધારણ વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરાશે. વ્યૂહાત્મક વિનિવેશનો સીધો મતલબ છે ખાનગીકરણ.

દેશને SBIના આકારની ઓછામાં ઓછી 20 બેન્કોની જરૂર

બેન્કિંગ સેક્ટર વિશે તેમણે એમ પણ કહ્યું કે વિકાસ માટે દેશને ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)ના આકારની ઓછામાં ઓછી 20 બેન્કોની આવશ્યકતા છે. બજેટમાં તેમણે કહ્યું હતું કે વ્યૂહાત્મક સેક્ટરમાં માત્ર સરકાર જ નહીં રહે, પરંતુ પ્રાઈવેટ સેક્ટર પણ રહેશે. સરકાર એ જ વ્યૂહાત્મક સેક્ટર્સમાં રહેશે, જ્યાં ખૂબ જરૂરી હશે.

કોવિડ સેસ લગાવવા પર સરકારે ક્યારે વિચાર કર્યો નથી
સીતારામને કહ્યું કે સરકારે ક્યારેય પણ કોવિડ-19 ટેક્સ કે સેસ લગાવવા પર વિચાર કર્યો નથી. એ ખ્યાલ નથી કે તેને લઈને મીડિયામાં ચર્ચા કઈ રીતે શરૂ થઈ. તેમણે કહ્યું કે જ્યારે દુનિયાની વિકસિત અર્થવ્યવસ્થાઓ આ મહામારી સામે સંઘર્ષ કરી રહી હતી, આપણે તેનાથી બચાવનો રસ્તો શોધી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો