• Gujarati News
  • Business
  • The Festival Saw A Spark In The Job Market, With 19 Per Cent More Jobs Than Pre covid Last Month

આશાવાદ:તહેવારોમાં જોબ માર્કેટમાં ચમક આવી,ગત મહિને પ્રી-કોવિડ કરતાં 19 ટકા વધુ નોકરીઓ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડ ઇકોનોમી સુધરવા સાથે IT સેક્ટરમાં ગત મહિનામાં સૌથી વધુ 85% વૃદ્ધિ જોવા મળી

દેશમાં તહેવારોના ઉત્સાહ સાથે,જોબ માર્કેટ ફરી એકવાર કોવિડ પહેલાના સ્તરને વટાવી ગયું છે. ઓક્ટોબરમાં નવા કર્મચારીઓની ભરતી ઓક્ટોબર 2019ની સરખામણીમાં 19% અને ગતવર્ષના ઓક્ટોબરની સરખામણીમાં 43% વધી છે.

રોજગારી જોબસ્પીકના તાજેતરના અહેવાલ મુજબ આઇટી સેક્ટરમાં ગત મહિનામાં સૌથી વધુ 85% વૃદ્ધિ જોવા મળી છે. ટેલિકોમ સેક્ટર અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) 84% હાયરિંગ ગ્રોથ સાથે બીજા ક્રમે છે, જ્યારે રિટેલ સેક્ટર 51% નવા હાયરિંગ સાથે ત્રીજા ક્રમે છે. છેલ્લા કેટલાક મહિનાઓની જેમ ઓક્ટોબરમાં પણ ટેક્નોલોજી પ્રોફેશનલ્સની માંગ વાર્ષિક ધોરણે 85% વધી છે.

5જી અને પીએલઆઇ યોજનાઓ દ્વારા જોબ માર્કેટને સપોર્ટ
જોબસ્પીકના એક અહેવાલ મુજબ, દેશમાં 5જી ટેલિકોમ સેવાઓના આગામી લોન્ચિંગને કારણે, આ ટેક્નોલોજીમાં વિશેષતા ધરાવતા પ્રોફેશનલ્સની જોરદાર માંગ છે. આ સાથે સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમના કારણે જોબ માર્કેટને પણ વેગ મળી રહ્યો છે. આ સિવાય સરકાર દ્વારા ટેલિકોમ સેક્ટરને આપવામાં આવેલા રાહત પેકેજથી કંપનીઓનો ઉત્સાહ વધ્યો છે.

મહામારીમાંથી બહાર આવવાની પોઝિટિવ અસર
હોસ્પિટાલિટી, ટ્રાવેલ અને રિટેલ જેવા ક્ષેત્રો મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત હતા. ગયા મહિને,તેઓએ નવા કર્મચારીઓની ભરતીના સંદર્ભમાં અન્ય ક્ષેત્રો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. > પવન ગોયલ,ચીફ બિઝનેસ ઓફિસર,નોકરી.કોમ

અન્ય સમાચારો પણ છે...