સિલિકોન વેલીની હજારો કંપનીઓનું વેલ્યુએશન ઘટ્યું:ટેક કંપનીઓ માટે સરળતાથી પૈસા કમાવવાનો યુગ સમાપ્ત થઈ રહ્યો છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાછલા કેટલાક વર્ષોથી લોન પરના વ્યાજના સૌથી નીચા દરે કેટલીક સ્ટાર્ટઅપ્સને યૂનિર્કોન બનવામાં મદદ કરી છે, એટલે કે 1 અબજ ડોલરનું મૂલ્ય મેળવવામાં મદદ કરી છે. સોફ્ટવેરની મદદથી માર્કેટ પર કબ્જો કરવાનું સપનું લઇ હજારોની સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ મેદાનમાં આવી ગયા, પરંતુ 2022ના છેલ્લા છ મહિના અને 2023ની શરૂઆતમાં હકીકતથી સામનો થવા પર આ કંપનીઓનું સપનું તૂટતું નજરમાં આવી રહ્યું છે.

18 મહિના પહેલા વપરાયેલી કાર રિટેલર, કારવાનો કંપનીનો બિઝનેસ ટોચ પર હતો. તેની માર્કેટ વેલ્યુ 80 અબજ ડોલર(6.5 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઇ હતી. હવે આની વેલ્યુ 98% ઘટીને માત્ર 1.5 અબજ ડોલર(12,215 કરોડ રૂપિયા) રહી ગઇ છે. કંપની પોતાને બચાવા માટે જજૂમી રહી છે.

મહામારીના પહેલા વર્ષે વપરાયેલી કારના વેચાણમાં 25%થી વધુનો વધારો થયો છે
મોટાભાગના સ્ટાર્ટઅપ્સની જેમ કારવાના કંપનીએ પણ આધુનિક ટેક્નોલોજી દ્વારા પરંપરાગત કાર માર્કેટમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો હતો. મહામારીના પહેલા વર્ષે તેની વપરાયેલી ગાડીઓનું વેચાણ 25% થી પણ વધુ હતું. સપ્લાઇની અછતને પૂરી કરવા માટે કારવાનાએ ગ્રાહકો પાસેથી વધુ પડતી કિંમતે કાર ખરીદી હતી.

ઘણા શહેરોમાં બહુમાળી શોરૂમ બાંધવામાં આવ્યા હતા. કારવાનાએ બજારમાંથી ઉંચા વ્યાજ દરે મોટી રકમ ઉછીના લીધી, પરંતુ જેમ જેમ મહામારીનો અંત આવ્યો અને વ્યાજ દરો વધ્યા તેમ તેમ કારવાના કંપનીનું વેચાણ ઘટી ગયું હતું. બે વર્ષ દરમિયાન સેલ્સફોર્સે 10 અબજ ડોલર ઉછીના લઇ 28 અબજ ડોલર(2.28 લાખ કરોડ)માં સ્લેક નામનું ઑફિસ કમ્યુનિકેશન ટૂલ ખરીદ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિ એમ છે કે, કંપનીએ 8000 કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે, જેમાંથી મોટાભાગના કર્મચારીઓ સ્લેકના જ છે.

એમેઝોનની સ્ટોક માર્કેટ વેલ્યુ રૂ.1 લાખ કરોડ ઘટી
એમેઝોન જેવી મોટી કંપનીઓ પણ આનાથી બચી શકી નથી. એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં આની સ્ટોક માર્કેટ વેલ્યુએશન લગભગ રૂ.1 લાખ ડોલર સુઘી ઘટી ગયું છે. કંપની 18000 કર્મચારીઓની હકાલપટ્ટી કરી રહી છે, અને ઘણી જગ્યાએ કામકાજ પણ બંધ કરી રહી છે.

સસ્તી લોનના સહારે ઉભી રહેલી કંપનીઓ મુશ્કેલીમાં છે
અમુક ટેક કંપનીઓની કિસ્મત રિવર્સ ગિયરમાં જતી અને તેમના સપના ઝાંખા થતા દેખાઇ રહ્યા છે. તેઓ કર્મચારીઓની છટણી, ખર્ચ ઘટાડવા જેવા પગલાઓ અજમાવી રહ્યા છે. ગાઇડ હાઉસ ઇનસાઇટ્સના મુખ્ય વિશ્લેષક સૈમ અબુલસામિદ કહે છે કે, પાછલા 15 વર્ષોમાં પૂરી ટેક ઇન્ડસ્ટ્રી સસ્તા લોન પર ચાલતી હતી. હવે તેમને વાસ્તવિકતાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના વેચાણમાં ઘટાડો થયો છે અને લોનની કિંમતમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...