વીડિયોકોન કેસ / વીડિયોકોન લોન મામલામાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ચંદા કોચરની પુછપરછ કરી

Divyabhaskar.com

May 13, 2019, 05:35 PM IST
The Enforcement Directorate has questioned Chanda Kochhar for the Videocon loan case

  • ચંદા કોચરને પ્રથમ વખત એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની દિલ્હી ઓફિસમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું
  • 1,875 કરોડ રૂપિયાના લોનના મામલામાં તેમના પતિ દીપક કોચરની પણ પૂછપરછ કરવામાં આવી

નવી દિલ્હીઃ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર સોમવારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની દિલ્હી સ્થિત ઓફિસમાં હાજર રહ્યાં હતા. વીડિયોકોન લોનના મામલામાં તેમની પુછપરછ કરવામાં આવી હતી. અગાઉ ચંદા કોચર અને દીપક કોચરની પુછપરછ મુંબઈ સ્થિત એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ઓફિસ ખાતે કરવામાં આવી હતી. પતિ-પત્ની સવારે 10.30 કલાકે ઈડીની ઓફસમાં પહોંચી ગયા હતા.

વીડિયોકોન અને ન્યુપાવર રિન્યુએબલ્સની લેવડ-દેવડ પર નજરઃ 2012માં વીડિયોકોન ગ્રુપને આઈસીઆઈસીઆઈ બેન્કે 1,875 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ મામલામાં ઈડી કાર્યવાહી કરી રહ્યું છે. એજન્સી વીડિયોકોન અને ન્યુપાવર રિન્યુએબલ્સની વચ્ચે થયેલી લેવડ-દેવડ પર પણ દેખરેખ રાખી રહી છે. ન્યુપાવર ચંદાના પતિ દીપકની કંપની છે.

ધૂતે દીપકની કંપનીમાં રોકાણ કર્યું હતું: સૂત્રોનું કહેવું છે કે વીડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ ધૂતે લોનના બદલામાં દીપક કોચરની કંપનીમાં રોકાણ કર્યું હતું. દીપક સહિત તેમના પરિવારના સભ્યોએ ધૂતને નાણાંકીય ફાયદો પહોંચાડ્યો હતો. અગાઉ ફેબ્રુઆરીમાં ઈડીએ કોચર દંપતી અને ધૂત સહિત કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કાયદા અંતર્ગત કેસ કર્યો હતો.

માર્ચમાં ઈડીએ ઘણી જગ્યાઓએ રેડ કરી હતી: ઈડીએ માર્ચમાં ચંદા કોચર, તેમના પતિ દીપક અને ધૂતની ઘણી જગ્યાઓ પર રેડ કરી હતી. એજન્સી એ દસ્તાવેજોને શોધી રહી છે, જેમાં વીડિયોકોનના ન્યુપાવર રિન્યુએબલ્સ સાથેની લેવડ-દેવડની માહિતી છે.

X
The Enforcement Directorate has questioned Chanda Kochhar for the Videocon loan case
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી