તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિક્રિયા:PMએે જાહેર કરેલું આર્થિક પેકેજ અસરકારક : પૂર્વમંત્રી રોહિત પટેલ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વમંત્રી અને જાણીતા ઉદ્યોગપતિ રોહિતભાઇ પટેલ. - Divya Bhaskar
પૂર્વમંત્રી અને જાણીતા ઉદ્યોગપતિ રોહિતભાઇ પટેલ.

વડપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 12 મે, 2020ના રોજ જણાવ્યા મુજબના આર્થિક પેકેજની નાણાંમંત્રી નિર્માલા સીતારામને તા. 13 મે, 2020ના રોજ પ્રથમ તબક્કાની જાહેરાત કરેલ તે અંગે અમારા સંવાદદાતાએ પૂર્વમંત્રી અને જાણીતા ઉદ્યોગપતિ રોહિતભાઇ પટેલના પ્રત્યાઘાત માટે વાતચીત કરતા પૂર્વ મંત્રી રોહિત પટેલે જણાવેલ કે હાલ એકબાજુ કોરોના મહામારી અને તેને કારણે  લગભગ 50 દિવસથી લોકડાઉન અને પરિણામ સ્વરૂપ સામે બાજુ મહામંદીના એંધાણ આ કપરા સંજોગોમાં વડાપ્રધાન મોદીએ દૂરંદેશી દાખવી પ્રથમ તો અન્ય દેશોની સરખામણીમાં કોરોના સામે આપણા દેશને ખૂબ જ સારી રીતે બચાવ્યો અને હવે દૂરંદેશી દાખવી દેશને મહામંદીમાંથી ઉગારવા માટે રૂ. વીસ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહર કરેલ છે. 
નાના અને લઘુ ઉદ્યોગો ફરીથી જરૂર ધમધમતા થશે
આ રાહત પેકેજ નાના અને લઘુ ઉદ્યોગો માટે ખરેખર આ મહામંદી સામે જીતવા માટેનો આત્મ વિશ્વાસ જગાડનારું છે. કામદારોના પ્રોવિડન્ટ ફંડમાં 24 ટકાની રાહતની જોગવાઇઓ, ઉદ્યોગોને ગેરંટી વગરની અને વ્યાજમાં રાહત વાળી લોન, ટેક્ષ પેમેન્ટમાં રાહત, સરકારમાંથી ઉદ્યોગોને મળવાપાત્ર રીફંડની ઝડપી પતાવટ, વગેરે જેવી જોગવાઇ નાના અને લઘુ ઉદ્યોગોને નાંણા ખેંચમાંથી ઉગારી ફરીથી જરૂર ધમધમતા કરશે એવો મને વિશ્વાસ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો