• Gujarati News
  • Business
  • The Desire For Bigger Homes In The Real Estate Sector And Record Low Interest Rates Will Open Up Demand For Home Loans

બેન્કો ઉત્સાહિત:રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટાં ઘરોની ઇચ્છા અને રેકોર્ડ નીચા વ્યાજદરથી હોમલોનમાં માગ ખૂલશે

મુંબઇ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ પ્રતિબંધો દૂર થતા અને બેન્કોની લોન બુકમાં સુધારાનો માર્ગ ખુલ્યો

કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી રિકવરી જોવા મળી છે જેની પાછળનું મુખ્ય કારણ રેકોર્ડ નીચા વ્યાજદર છે. ચાલુ વર્ષે તહેવારોની સિઝનમાં હોમ લોનનું વિતરણ નોંધપાત્ર રીતે વધવાની ધારણા છે. બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ ઘણી સારી ઓફર આપી રહી છે, જ્યારે ગ્રાહકોમાં માંગ પણ વધી છે લોકો ઘરથી કામ અને અભ્યાસને કારણે મોટું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે અથવા બીજું ઘર ખરીદવા માગે છે.

બેન્કોનું કહેવું છે કે હોમ લોન સેક્ટરમાં ડિફોલ્ટ અન્ય સેગમેન્ટની સરખામણીમાં ઘણું ઓછું છે અને તેની માંગ પણ વધી રહી છે. રિયલ એસ્ટેટ કંપનીઓએ પણ ઘરની ખરીદીમાં તેજીની સપોર્ટ કરી છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ઘર ખરીદવા માટે આ શ્રેષ્ઠ સમય છે કારણ કે આ સમયે વ્યાજ દરો ખૂબ ઓછા છે અને લોકો મહામારી દરમિયાન પોતાનું ઘર ખરીદવાનું મહત્વ સમજી ગયા છે. છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટીના ભાવ સ્થિર હતા.

આ સિવાય મોટાભાગના લોકોના પગારમાં મહામારીના કારણે જે ઘટાડો થયો હતો તે પણ દૂર કરી દેવામાં આવ્યો છે અને પગાર વધારાની શક્યતાઓ પણ વધી છે. હોમ લોન ક્ષેત્રમાં બેન્કો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે. એસબીઆઈ, કોટક મહિન્દ્રા, પીએનબી જેવી બેન્કો ઉપરાંત એચડીએફસી અને એલઆઈસી જેવી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ તહેવારો નિમિત્તે સ્પેસિયલ હોમ લોનના દર નક્કી કર્યા છે.

મકાનોના વેચાણમાં વધારો થવા પાછળ કેટલાક કારણો
કોરોના વાયરસની અસર ઘટાડવા ઉપરાંત, લોકડાઉન દૂર થવું, રસીકરણને વેગ આપવો, નોકરીની સુરક્ષામાં વધારો થયો છે. લોકો પગારમાં વધારાની અપેક્ષા રાખે છે. આ સિવાય આઈટી સહિત અનેક ક્ષેત્રોમાં ભરતીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે, ઘરની માલિકીની લોકોમાં ઉત્સુકતા વધી છે. તેમજ લોકોમાં હોમ લોનના નીચા દરોએ ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

મકાન ખરીદીનું મુખ્ય કારણ શું છે ?
મકાન ખરીદીના મુખ્ય કારણોમાં ગ્રાહકોમાં સુરક્ષાની ભાવના 34 ટકા, ડેવલપર્સ દ્વારા મળતી સારી ડીલ 31 ટકા, નીચી કિંમતો, ભવિષ્યમાં વધશે 17 ટકા, સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો 16 ટકા, અન્ય કારણો 02 ટકા રહ્યાં છે. હોમ લોનના નીચા વ્યાજદરોના કારણે સેન્ટિમેન્ટ પોઝીટવ બન્યું તેવા સર્વેમાં 82 ટકા લોકોએ હા પાડી હતી.

છેલ્લા ત્રિમાસિકમાં હાઉસિંગ પ્રોપર્ટીનું વેચાણ વધ્યું
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકના જણાવ્યા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન હાઉસિંગ વેચાણમાં 113 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન દેશના સાત મુખ્ય પ્રોપર્ટી બજારોમાં 62,800 મકાનો વેચાયા હતા, જ્યારે એક વર્ષ પહેલા 29,520 મકાનો વેચાયા હતા. નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 24,560 રહેણાંક મિલકતો વેચવામાં આવી હતી. સાત મોટા શહેરોમાં નવા લોન્ચમાં વાર્ષિક ધોરણે 98 ટકાનો વધારો નોંધાયો છે. ત્રીજા ક્વાર્ટરમાં 64,560 નવા લોન્ચ થયા હતા. એક વર્ષ પહેલા, સમાન સમયગાળા દરમિયાન 32,530 નવા લોન્ચ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...