તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • The Delisting Rate In The Stock Market Doubled, With 13 Companies Delisted In Six Months

આર્થિક કટોકટી:સ્ટોક માર્કેટમાં ડિલિસ્ટિંગનું પ્રમાણ બમણું થયું, છ માસમાં 13 કંપનીઓ ડિલિસ્ટેડ થઈ

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટોક માર્કેટમાં ચાલુ કેલેન્ડર વર્ષના છ માસ દરમિયાન ડિલિસ્ટિંગનુ પ્રમાણ છેલ્લા 3 વર્ષની તુલનાએ બમણાથી વધ્યુ છે. આ સમયગાળામાં કુલ 13 કંપનીઓએ સ્ટોક માર્કેટમાંથી ડિલિસ્ટિંગ કરાવ્યુ છે. પ્રાઈમડેટાબેઝના આંકડાઓ અનુસાર, 2021માં જૂન સુધી 13 કંપનીઓએ રૂ. 770.22 કરોડની ઈશ્યૂ સાઈઝ સાથે ડિલિસ્ટિંગ ઓફર જારી કરી હતી. જેમાં તેઓ રૂ. 474.58 કરોડનુ ફંડ એકત્ર કરવામાં સફળ રહ્યા છે. જ્યારે ગતવર્ષ દરમિયાન કુલ 15 કંપનીઓએ ડિલિસ્ટિંગ કરાવ્યુ હતું.

2016થી 2019 દરમિયાન માર્કેટમાંથી ડિલિસ્ટેડ થવાનુ પ્રમાણ સિંગલ ડિજિટમાં જોવા મળ્યુ હતું. જો કે, ગતવર્ષે કોરોના મહામારીના લીધે વેપાર-ધંધા ભાંગી પડ્યા છે. નાણાકીય કટોકટીના દોરમાં કંપનીઓમાં ડિલિસ્ટિંગનુ પ્રમાણ વધ્યુ છે. ઉપરાંત ઘણી કંપનીઓ અન્ય કંપનીમાં મર્જ થવાને લીધે પણ ડિલિસ્ટેડ થઈ છે.

એનએસઈના ડેટા મુજબ, ડિલિસ્ટેડ કંપનીઓમાંથી 7 કંપનીઓએ સ્વૈચ્છિકપણે ડિલિસ્ટિંગ કરાવ્યુ છે. જ્યારે મોટાભાગની કંપનીઓએ લિક્વિડેશનના ભાગ પેટે ડિલિસ્ટિંગ કરાવ્યુ છે. અગાઉ 2014માં 22 કંપનીઓએ ડિલિસ્ટિંગ કરાવ્યુ હતું. ત્યારબાદથી 2019 સુધી ડિલિસ્ટેડ થતી કંપનીઓની સંખ્યા સતત ઘટી હતી. ડિલિસ્ટેડ કુલ કંપનીઓમાંથી એસએમઈ કંપનીઓની સંખ્યા નજીવી રહી છે.

બીજી બાજુ આઈપીઓના ઘોડાપુરમાં ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન કુલ 23 કંપનીઓએ મેઈન બોર્ડમાં લિસ્ટિંગ કરાવ્યુ છે. હાલમાં જ સેબીએ સર્ક્યુલર જારી કરી પેટા કંપની ડિલિસ્ટેડ કરવાની યોજના ધરાવતી કંપનીઓ માટે સ્કીમ ઓફ અરેન્જમેન્ટ મારફત ડિલિસ્ટેડ કરવાની સુવિધા આપી છે. ઢગલાબંધ લિસ્ટેડ કંપનીઓની પેટા કંપનીઓ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. જેમાં મોટાભાગનો બિઝનેસ પણ એક સરખો જ છે. તેમના માટે આ સુવિધા પૂરી પાડી છે.

47 કંપનીઓની ડિલિસ્ટિંગ કરાવવાની યોજના
એનએસઈ દ્વારા જારી ડેટાના આધારે વધુ 47 કંપનીઓ એનએસઈ પરથી ડિલિસ્ટિંગ કરાવવાની યોજના ધરાવે છે. જેમાં ગિતાંજલી જેમ્સ, સ્ટર્લિંગ બાયોટેક સહિતની મીડકેપ અને સ્મોલ કેપ કંપનીઓનું પ્રમાણ વધુ છે. આ યાદીમાં મનપસંદ બેવરેજીસ, ગુજરાત એનઆરઈ કોક, વેલ્યુ ઇન્ડસ્ટ્રીઝ, એમટેક ઓટો, નાકોડા, સુરાણા કોર્પોરેશન, બીએસ લિમિટેડ, લક્ષ્મી એનર્જી એન્ડ ફુડ્સ લિમિટેડ, પ્રતિભા ઇન્ડસ્ટ્રીઝ, ભારતી ડિફે.-ઇન્ફ્રા લિ. જેવી છેલ્લા એક વર્ષથી સસ્પેન્ડ અને ડિફોલ્ટ કંપનીઓ સામેલ છે.

8862 કરોડમાં 31 કંપનીઓ ટેકઓવર થઈ
ચાલુ કેલેન્ડર વર્ષમાં લિસ્ટેડ 31 કંપનીઓ અન્ય કંપની દ્રારા ટેકઓવર કરવામાં આવી છે. પ્રાઈમડેટાબેઝ અનુસાર, આ વર્ષે કંપની ટેકઓવરની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ગતવર્ષે 2020માં કુલ 47 કંપનીઓ ટેકઓવર થઈ હતી. જેની ડીલ સાઈઝ રૂ. 5304.10 કરોડ હતી. 2019માં 57 અને 2018માં 66 લિસ્ટેડ કંપનીઓનુ ટેકઓવર થયુ હતું. જે અનુસાર, ટેકઓવરની સંખ્યા છેલ્લા 3 વર્ષમાં ઘટી છે.

અન્ય સમાચારો પણ છે...