• Gujarati News
  • Business
  • The Daughter Refused To Continue The Business, Hence The Decision To Sell The Company

બિસ્લેરી ટાટાની બની શકે છે:પુત્રીએ બિઝનેસ આગળ વધારવાની ના પાડી, તેથી કંપની વેચવાનો નિર્ણય

19 કલાક પહેલા
  • કૉપી લિંક

સોફ્ટ ડ્રિન્ક બ્રાન્ડ થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ અને લિમ્કાને કોકો-કોલાને વેચ્યા પછી લગભગ ત્રણ દશક પછી, રમેશ ચૌહાણ બિસ્લેરી ઈન્ટરનેશનલને વેચવા જઈ રહ્યા છે. એક મીડિયાએ રિપોર્ટ પ્રકાશિતક કર્યો છે. અહેવાલો અનુસાર, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) બિસ્લેરીને રૂ. 6,000-7,000 કરોડમાં ખરીદી રહી છે.

જોકે, આ અહેવાલ સામે આવ્યા બાદ ન્યૂઝ એજન્સી પીટીઆઈએ બિસ્લેરીના ચેરમેન રમેશ ચૌહાણ સાથે વાત કરી હતી. ચૌહાણે કહ્યું કે તે તેના પેકેજ્ડ વોટર બિઝનેસ માટે ખરીદદારની શોધમાં છે અને ટાટા કન્ઝ્યુમર સહિત અનેક ખેલાડીઓ સાથે વાતચીત કરી રહી છે. ટાટા સાથેની 7,000 કરોડની ડીલ હજુ ફાઇનલ થવાની બાકી છે.

વ્યવસાયને વિસ્તારવા માટે કોઈ ઉત્તરાધીકારી નથી
82 વર્ષના ચૌહાણ કહે છે કે તેમની પાસે બિસ્લેરીને વિસ્તરણના આગલા સ્તર પર લઈ જવા માટે કોઈ ઉત્તરાધીકારી નથી. તેમણે કહ્યું કે દીકરી જયંતિને બિઝનેસમાં બહુ રસ નથી. બિસ્લેરી ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની છે. ડીલ હેઠળ વર્તમાન મેનેજમેન્ટ બે વર્ષ સુધી ચાલુ રહેશે.

પિતા રમેશ ચૌહાણ સાથે જયંતી. જયંતી 24 વર્ષની ઉંમરે બિસ્લેરીમાં જોડાઈ હતી.
પિતા રમેશ ચૌહાણ સાથે જયંતી. જયંતી 24 વર્ષની ઉંમરે બિસ્લેરીમાં જોડાઈ હતી.

ટાટા જૂથ વધુ સારી રીતે બિઝનેસ વધારશે
અગાઉ, ETએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ચૌહાણે કહ્યું હતું કે – ટાટા ગ્રૂપ મારા વ્યવસાયને વધુ સારી રીતે સંભાળશે અને તેને આગળ લઈ જશે. મને ટાટા કલ્ચર ગમે છે, તેથી મેં અન્ય ખરીદદારો હોવા છતાં ટાટા પસંદ કર્યા. રિલાયન્સ રિટેલ, નેસ્લે અને ડેનોન સહિત બિસ્લેરી ખરીદવા માટે ઘણા દાવેદારો હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...