તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • The Cut In Tea Production Has Pushed Up Prices By 25 Per Cent Over Last Year, Hoping For Relief From Next Month

ઇન્ડસ્ટ્રી રિપોર્ટ:ચાના ઉત્પાદનમાં કાપથી ગત વર્ષની તુલનામાં 25 ટકા કિંમતો વધી, આગામી મહિનાથી રાહત મળવા આશા

ગુવાહાટી-કોલકત્તા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૉકડાઉન અને પાણીની અછતના કારણે ચાના ઉત્પાદનમાં આવ્યો ઘટાડો

સાદિક નકવી | ગુવાહાટી-કોલકત્તા કોરોના મહામારી અને વાતાવરણ અનુકુળ ન રહેવાના કારણે આસામાં ચાના ઉત્પાદનને મોટી અસર પડી હતી. જેના કારણે ચાની કિંમતોમાં વાર્ષિક ધોરણે 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, જુલાઇમાં ઉત્પાદન વધવાના કારણે કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે. દેશની અડધાથી વધુ ચા આસામથી આવે છે. મોટા ભાગના રાજ્યો તેમજ વિદેશોમાં પણ પુરવઠો મોટા પાયે પુરો પાડવામાં આવી રહ્યો છે.

ગુવાહાટી અને કોલકત્તામાં આ વર્ષની શરૂઆતથી 23 સપ્તાહ હરરાજીમાં આસામની ચાની કિંમત સરેરાશ રૂ.224 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઇ હતી. જે 2020ના સમાનગાળાની તુલનામાં 178.6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જેમાં પારંપરિક અને સીટીસી બન્ને પ્રકારની ચાનો સમાવેશ થાય છે. પારંપરિક ચા તેને કહે છે જેની પત્તિઓને કારીગરો હાથ વડે તોડે છે. પૂરી પત્તીવાળી ચા આ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. જ્યારે મિલમાં બેલનકાર રોલર્સ દ્વારા થતી પ્રોસેસ કરી તૈયાર કરવામાં આવતી ચાને સીટીસી ચા રહેવામાં આવે છે.

ટી બ્રોકરેજ ફર્મ પરકોર્નના જણાવ્યા અનુસાર ગુવાહાટીમાં ટી ઓક્શન સેન્ટર (જીટીએસી) માં આ વર્ષે 11 જૂન સુધી આ બન્ને ચાની સરેરાશ હરરાજી મુલ્ય 212 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યું હતું. ગતવર્ષે આ સમયમાં 173.70 રૂપિયા અને 2019માં 119.23 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. જ્યારે કોલકત્તામાં આ રૂપિયા 240.87 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે.

2020માં તે 184.33 રૂપિયા અને 2019માં 149.83 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમત પર હતી. આસામ કંપનીના સીઇઓ વિજય સિંહ જણાવે છે કે અત્યારે વિશુધ્ધ રૂપથી ડિમાન્ડ-સપ્લાયની સ્થિતી જોવા મળી રહી છે. ગતવર્ષે લોકડાઉનના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. આ વર્ષના પહેલા છમાસીકમાં પાણીની અછત જેવી સ્થિતીના કારણે ઉત્પાદન પર અસર પડી હતી.

વધુ કિંમતોના કારણે નિકાસ વેપારને અસર
ઉત્તર ભારતીય ચાની નિકાસ 2021માં પહેલા ત્રિમાસીકમાં નિકાસ વેપાર ઘટીને 2.73 કરોડ કિલોગ્રામ રહ્યાં હતા. જે 2019ના પહેલા ત્રિમાસીક ગાળામાં 3.96 કરોડ કિલોગ્રામની રહી હતી. કેન્યાઇ સીટીસી ચાની કિંમત ભારતીય વેરાયટીની તુલનામાં ઓછી છે જેના કારણે આફ્રિકન દેશોની માગ તે તરફ શિફ્ટ થવા લાગી છે. ભાવ ઘટે તો જ નિકાસ વેપારમાં ફરી વૃદ્ધિ જોવા મળે.

આસામ ચાનું લિલામ મૂલ્ય અત્યારે ઊંચું
જૂનના બીજા હપ્તામાં પ્રીમિયમ હલમારી ચાની જીટીએસી પર 621 રૂપિયા પ્રતિ કિલોદીઠ વેચાણ થયું હતું. આ દર્શાવે છે કે સારી ક્વોલિટી વાળી ચાની મજબૂત માગ છે અને ખરીદદારર સારી કિંમત ચૂકવવા માટે તૈયાર છે.

આસામ ચાનું ઉત્પાદન ઓછું
4.5 કરોડ કિગ્રા થયુ હતું એપ્રિલ 2019માં ઉત્પાદન
3.15 કરોડ કિગ્રા ચાનું ઉત્પાદન થયુ હતું આ વર્ષે એપ્રિલમાં
1.31 કરોડ કિગ્રા ઉત્પાદન થઇ ચૂક્યું છે ગતવર્ષે એપ્રિલમાં
(સ્ત્રોત : ટી બોર્ડ ઓફ ઇન્ડિયા)

અન્ય સમાચારો પણ છે...