દેશની ચાલુ ખાતાની ખાધ આ વર્ષે જીડીપીના 1.8 ટકા અર્થાત 43.81 અબજ ડોલરની 3 વર્ષની ટોચે પહોંચવાની ભીતિ છે. જેની સામે સરપ્લસ જીડીપીના માત્ર 0.9 ટકા 23.91 અબજ ડોલર રહેવાનો અંદાજ ઈન્ડિયા રેટિંગ્સે આપ્યો છે. ઈન્ડિયા રેટિંગ્સના આંકરણી અહેવાલ અનુસાર, ગત નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં ચાલુ ખાતાની ખાધ 17.3 અબજ ડોલર (જીડીપીના 1.96 ટકા) નોંધાઈ હતી.
ત્રીજા ત્રિમાસિકમાં 13 ત્રિમાસિકની ટોચે જીડીપીના 2.74 ટકા કરતાં ઘટી હતી. જ્યારે અગાઉ 2020-21ના સમનગાળામાં 8.2 અબજ ડોલર (જીડીપીના 1.03 ટકા) હતી. મર્ચેન્ડાઈઝ નિકાસો 42.4 ટકા વધતાં ચાલુ ખાતાની ખાધમાં સુધારો થયો હતો. પરંતુ હાલ કોમોડિટીના વધતા ભાવો, રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધતી જતી અનિશ્ચિતતા અને અસ્થિરતાને કારણે નિકાસને નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડી શકે છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. WTO 2022માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર માત્ર 3 ટકા રહેવાનો અંદાજ છે. અગાઉનો અંદાજ 4.7 ટકાથી ઓછો છે. નિકાસ ગ્રોથમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, આયર્ન-સ્ટીલ, એલ્યુમિનિયમ, હીરા-ઝવેરાત, ખાંડ, મોટર વ્હિકલ્સ, કોટન યાર્ન 72.2 ટકા હિસ્સો ધરાવે છે. જેની નિકાસ ગતવર્ષે ચોથા ત્રિમાસિકમાં 14-158 ટકાના દરે વધી હતી.
આયાત માગ 11.7 ટકા વધવાની શક્યતા
વિશ્વ વેપાર સંસ્થાએ ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા ભારતના મુખ્ય નિકાસકાર પાર્ટનર્સ માટે આયાત વૃદ્ધિ 2022માં અનુક્રમે 3.9 ટકા અને 3.7 ટકાની ધારણા કરી છે, જે અગાઉના અંદાજ 4.5 ટકા અને 6.8 ટકા હતો. આયાત માગ 2022માં અગાઉના અંદાજ 8.7 ટકા સામે વધારી 11.7 ટકા કરી છે. મર્ચેન્ડાઈઝ નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 17.7 ટકા વધી 112.5 અબજ ડોલર અને આયાત 44.1 ટકા વધી 120.9 અબજ ડોલર નોંધાઈ હતી. રૂપિયો ડોલર સામે 4.5 ટકા ઘટી 77.1ની સરેરાશે નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.