• Gujarati News
  • Business
  • The Craze For Digital Currency In Investment Increased, Bitcoin Returned 73%, The Cryptocurrency Market Grew 114% In One Year, Crypto Traders Quadrupled

ક્રિપ્ટો કરન્સી:રોકાણમાં ડિજિટલ કરન્સીનો ક્રેઝ વધ્યો, બિટકોઇનમાં 73% રિટર્ન, ક્રિપ્ટો કરન્સી માર્કેટ એક વર્ષના ગાળા દરમિયાન 114 ટકા વધ્યું, ક્રિપ્ટો ટ્રેડર્સ ચારગણા વધ્યા

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: બિજલ નવલખા
  • કૉપી લિંક

રોકાણ માટે સૌથી જોખમી ગણાતુ ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે વિક્રમ સંવત 2076નું વર્ષ શુકનવંતુ રહ્યુ છે. બિટકોઈન વર્ષ દરમિયાન 80 ટકા વધી (6926.26 ડોલર) 15,585.96 ડોલરની સપાટીએ પહોંચ્યો છે. બિટકોઇન ગતવર્ષે 25 ઓક્ટોબરના રોજ 8660.70 ડોલર પર હતો. બિટકોઈન સિવાય ઈથેરિયમ, બિનાન્સ કોઈન, પોલ્કાડોટ, કાર્ડનાનોમાં 30થી 100 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે.

આ સાથે બિટકોઈન ડિસેમ્બર અંત કે જાન્યુઆરી સુધીમાં 20,000 ડોલર થવાનો આશાવાદ ફોરેક્સ નિષ્ણાતો દ્રારા સેવાઈ રહ્યો છે. ક્રિપ્ટો કરન્સીનું માર્કેટકેપ છેલ્લા એક વર્ષમાં 23,944.67 કરોડ ડોલર અર્થાત 114 ટકા વધ્યુ છે. હાલ 44922.26 કરોડ ડોલર માર્કેટકેપ ધરાવે છે. બિટકોઈન માર્કેટમાં તેજી પાછળનુ કારણ માર્ચથી બિટકોઈનની મોટાપાયે વેચવાલી થઈ રહી હોવાનુ ફોરેક્સ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

બિટકોઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ક્રેકનના રિપોર્ટમાં બિટકોઈન ફરી 20,000 ડોલરની સપાટી ક્રોસ થવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારત સહિત ઘણા દેશોમાં ગેરકાયદેસર ગણાતા ક્રિપ્ટો કરન્સી માર્કેટ મંદીના દોરમાં રોકાણકારોને આડકતરી રીતે મદદરૂપ થતાં હોય છે. જેની અસર માર્કેટ પર જોવા મળી રહી છે. દુનિયાના સંખ્યાબંધ દેશો ધીરે ધીરે ડિજિટલ કરન્સીને માન્યતા આપી રહ્યા છે.

બાઇડેનની જીત સાથે જ ટ્રેડિંગ એક્ટિવિટી વધી
અમેરિકાની ચૂંટણી દરમિયાન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ દ્રારા બિટકોઈનમાં કરવામાં આવેલા રોકાણો પર બાઈડેનની જીતથી ટ્રેડિંગ શરૂ થઈ ચૂક્યા છે. છેલ્લા બે વર્ષને બાદ કરતાં નવેમ્બર માસમાં બિટકોઈનના આંકડાઓ પર નજર કરીએ તો નવેમ્બર મહિનો બિટકોઈન માટે શ્રેષ્ઠ પર્ફોર્મર રહ્યો છે. 2013માં નવેમ્બરમાં બિટકોઈને 451 ટકા, 2014માં 18 ટકા, 2015માં 15 ટકા, 2016માં 2 ટકા, 2017માં 49 ટકા, 2018માં -37 ટકા, 2019માં -18 ટકાના દરે માસિક રિટર્ન આપ્યુ છે.

ટોપ 5 ક્રિપ્ટો કરન્સીનુ વાર્ષિક પ્રદર્શન

ક્રિપ્ટો11નવે-1911નવે-20+/-%
બિટકોઈન90561558673
ઈથેરિયમ186461148
બિનાન્સ202840
લાઈટકોઈન6260-2
પોલ્કાડોટ34.554
અન્ય સમાચારો પણ છે...