મીઠા સમાચાર:દેશમાં ખાંડનું ઉત્પાદન 5 ટકા વધીને 115.70 લાખ ટન થયું

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં ઉત્પાદન નજીવું વધી 3.40 લાખ ટન રહ્યું

દેશમાં ખાંડનું ઉત્પાદન 4.75 ટકા વધીને 115.70 લાખ ટન રહ્યાંનો અંદાજ છે.2021-22 સીઝનના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા દરમિયાન ખાંડના ઉત્પાદનમાં વૃદ્ધિ રહી હોવાનું સહકારી સંસ્થા NFCSFLએ જણાવ્યું હતું. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 110.45 લાખ ટન હતું. ખાંડની સિઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી રહે છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડ (NFCSFL) દ્વારા રજૂ કરવામાંમાં આવેલા અહેવાલ મુજબ સરેરાશ 491 મિલોએ 31 ડિસેમ્બર 2021 સુધીમાં 1227.17 લાખ ટન શેરડીનું પિલાણ કર્યું હતું જે ગતવર્ષની તુલનાએ વધુ છે.

દેશના અગ્રણી ખાંડ ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં નવી સિઝનના ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન ઉત્પાદન ઘટીને 30.90 લાખ ટન રહ્યું છે. જે અગાઉના વર્ષે 33.65 લાખ ટન હતું. બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ઉત્પાદન ગતવર્ષના 39.85 લાખ ટનથી વધીને 45.75 લાખ ટન જ્યારે કર્ણાટકમાં 24.15 લાખ ટનથી વધીને 24.90 લાખ ટન થયું હતું. ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન નજીવું વધી 3.40 લાખ ટન રહ્યું જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 3.35 લાખ ટન હતું.

વૈશ્વિક બજારમાં તેજીની રાહ જોતા નિકાસકારો
ભારતીય ખાંડ મિલો હજુ પણ વધુ નિકાસ સોદા કરવા માટે વૈશ્વિક ખાંડના ભાવ વધવાની રાહ જોઈ રહી હોવાનું ઉદ્યોગ સંગઠન ISMAએ જણાવ્યું હતું. કાચી ખાંડના વૈશ્વિક ભાવમાં ઘટાડાને કારણે છેલ્લા એક મહિનામાં 38-40 લાખ ટનના નિકાસ કરારો થઈ ચૂક્યા છે તેનાથી વધુ નિકાસ કરારો થયા નથી. ચાલુ સિઝનમાં લગભગ નવ મહિના બાકી હોવાથી, મિલો હજુ પણ વધુ નિકાસ કરાર કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. ઓક્ટોબર-નવેમ્બરના સમયગાળા દરમિયાન મિલોએ 6.5 લાખ ટનથી વધુ ખાંડની નિકાસ કરી હતી જે એક વર્ષ કરતા 3 લાખ ટન કરતાં વધુ છે.

અન્ય સમાચારો પણ છે...