• Gujarati News
  • Business
  • The Country's Service PMI Is At A Ten and a half Year High Of 58.4, The Fastest Growth For The Third Consecutive Month

ગ્રાહકોની મજબૂત માગ:દેશનો સર્વિસ પીએમઆઈ સાડા દસ વર્ષની ટોચે 58.4, સતત ત્રીજા મહિને ઝડપી વૃદ્ધિ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાયકાઓની સૌથી સ્પીડે વધ્યું ઉત્પાદન વિસ્તરણ

ગ્રાહકોની મજબૂત માગ અને બિઝનેસ ગતિવિધિઓમાં વૃદ્ધિના પગલે દેશની સર્વિસ સેક્ટરની ગતિવિધિઓ ઓક્ટોબરમાં સાડા દસ વર્ષની ટોચે પહોંચી છે. કંપનીઓ દ્વારા ઉત્પાદનમાં વિસ્તરણ દાયકાઓની સૌથી વધુ ઝડપે થઈ રહ્યું છે.

પરિણામે મોંઘવારીમાં વધારો થતાં બિઝનેસ કોન્ફિડન્સ નબળો રહ્યો હોવા છતાં વધુને વધુ રોજગારીઓનું સર્જન થઈ રહ્યું છે. ઓક્ટોબરમાં સર્વિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ 58.4 નોંધાયો છે. સપ્ટેમ્બરમાં 55.2 હતો. જે સાડા દસ વર્ષમાં સૌથી મજબૂત વૃદ્ધિ દરનો સંકેત આપે છે.

સતત ત્રીજા મહિને સર્વિસ સેક્ટરે ઉત્પાદનમાં વધારો કર્યો છે. સર્વિસ પીએમઆઈ 50થી વધુ વિસ્તરણ અને 50થી નીચે મંદીનો સંકેત આપે છે. આઈએચએસ માર્કિટના ઈકોનોમિક એસોસિએટ ડિરેક્ટર પોલિયાના ડી લીમાએ જણાવ્યું હતુ કે, સતત ત્રીજા મહિને સર્વિસ સેક્ટરમાં રિકવરી જોવા મળી છે. જેમાં કંપનીઓએ સાડા દસ વર્ષમાં સૌથી ઝડપી ગતિએ પ્રવૃત્તિ વધારી છે અને વધુ નોકરીઓનું સર્જન કર્યું છે.

કિંમતના મોરચે, ઉત્પાદન ખર્ચમાં મોટાપાયે વધારો થતાં કંપનીઓએ લગભગ સાડા ચાર વર્ષમાં સૌથી ઝડપી ગતિએ ફીમાં વધારો કર્યો છે. મોનિટર કરાયેલી કંપનીઓએ ઊંચા ઈંધણ, રો મટિરિયલ, રિટેલ, સ્ટાફ અને પરિવહન ખર્ચનો ઉલ્લેખ કર્યો છે.

પીએમઆઈ આઉટપુટ ઈન્ડેક્સ 2012 બાદથી મજબૂત સ્થિતિમાં
મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેગમેન્ટમાં ખાનગી ક્ષેત્રના ઉત્પાદનો ઓક્ટોબરમાં વધ્યાં છે. કોમ્પોસિટ પીએમઆઈ આઉટપુટ ઈન્ડેક્સ (મેન્યુફેક્ચરિંગ-સર્વિસ આઉટપુટ) સપ્ટેમ્બરમાં 55.3 થી વધીને ઓક્ટોબરમાં 58.7 થયો છે. જે જાન્યુઆરી 2012 પછીના સૌથી મજબૂત માસિક વિસ્તરણનો સંકેત
આપે છે.

ખાનગી ક્ષેત્રે રોજગારી સતત બીજા માસમાં વધી
ખાનગી ક્ષેત્રની રોજગારીઓ ઓક્ટોબરમાં વૃદ્ધિ સાથે સતત બીજા માસે વધી છે. જો કે, વિસ્તરણનો દર નજીવો રહ્યો હતો. ઑક્ટોબરમાં માલ ઉત્પાદકોમાં આશાવાદમાં નોંધપાત્ર રિકવરીના કારણે ભારતીય ખાનગી ક્ષેત્રે કાર્યરત કંપનીઓમાં બિઝનેસ સેન્ટિમેન્ટ મજબૂત બન્યો છે.

મોંઘવારીમાં વધારો થતાં બિઝનેસ કોન્ફિડન્સ નબળો રહ્યો હોવા છતાં વધુને વધુ રોજગારીઓનું સર્જન થઈ રહ્યું છે. ઓક્ટોબરમાં સર્વિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ 58.4 નોંધાયો છે. સપ્ટેમ્બરમાં 55.2 હતો. બે વર્ષના સમયગાળા બાદ બજારમાં મોટા પાયે ડિમાન્ડ આવી છે. દરેક સેક્ટરમાં પોઝિટીવ ટ્રેન્ડ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...