અનુમાન:દેશનો આર્થિક વૃદ્વિદર 7% રહેશે: ADB

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધતી મોંઘવારી- સખત નીતિગત પગલાંથી ADBએ અનુમાન ઘટાડ્યું

દેશમાં ઉચ્ચ ફુગાવો તેમજ સખત નાણાકીય નીતિને કારણે એશિયન ડેવલપમેન્ટ બેન્કે નાણાકીય વર્ષ 2023 માટે ભારતના આર્થિક વૃદ્વિદરનું અનુમાન અગાઉના 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યું છે. નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટર દરમિયાન દેશમાં આર્થિક વૃદ્વિદર 13.5 ટકા રહ્યો હતો, જે દેશના સર્વિસ સેક્ટરના મજબૂત પરફોર્મન્સને દર્શાવે છે. જો કે બેન્કના રિપોર્ટમાં દેશના આર્થિક વૃદ્વિદરના અનુમાનને અગાઉના 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યું છે.

કિંમતોમાં સતત વધારાથી સ્થાનિક વપરાશ પર પ્રતિકૂળ અસર જોવા મળશે અને વૈશ્વિક માંગમાં સુસ્તી અને ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાથી પણ નિકાસને ફટકો પડશે તેવી આશંકા એડીબીએ વ્યક્ત કરી હતી. ADB દર વર્ષે એપ્રિલમાં ADO રિપોર્ટ રજૂ કરે છે. અગાઉ ADBએ FY23 તેમજ FY24માં દેશના આર્થિક વિકાસદરનું અનુમાન અનુક્રમે 7.5 ટકા અને 8 ટકા કર્યું હતું.

જુલાઇ મહિનામાં ADBએ તેના રિપોર્ટમાં FY23 માટે આર્થિક વૃદ્વિદરનું અનુમાન ઘટાડીને 7.2 ટકા કર્યું હતું જેના માટે એપ્રિલથી સતત વધતી મોંઘવારીનું કારણ આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત અન્ય કારણોમાં રશિયા-યુક્રેન યુદ્વને કારણે અર્થતંત્ર પર થયેલી પ્રતિકૂળ અસરને ઓછી કરવા માટે RBI દ્વારા સખત નીતિગત પગલાં છે.

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને કોમોડિટીની વધતી કિંમત તેમજ રશિયા-યુક્રેન યુદ્વને કારણે સપ્લાય અડચણોના પરિણામે ફુગાવો વધ્યો હતો. તદુપરાંત હીટવેવ અને ભારે વરસાદને કારણે પણ ફુગાવાને અસર થઇ હતી. અપેક્ષા કરતા પણ મોંઘવારી વધુ રહી હતી જેને કારણે દેશની સર્વોચ્ચ બેન્કે વધુ સખત નીતિગત પગલાં લેવાની ફરજ પડી હતી.

ચીનનો આર્થિક વૃદ્વિદર 3.3 ટકા રહેશે: ADB
ADBએ ચીનના આર્થિક વૃદ્વિદરનું અનુમાન પણ અગાઉના 5 ટકાથી ઘટાડીને 3.3 ટકા કર્યું છે. ઝીરો-કોવિડ પોલિસી, રિયલ એસ્ટેટ સેક્ટરમાં સમસ્યાઓ તેમજ નબળી માંગને પગલે ચીનમાં આર્થિક ગતિવિધિઓને ફટકો પડ્યો છે. છેલ્લા 3 દાયકામાં પહેલીવાર એવું બનશે જ્યારે વિકાસશીલ એશિયાનું અર્થતંત્ર પીપલ્સ રિપલ્બિક ઓઇ ચાઇના કરતા વધુ દરે વિસ્તરણ પામશે.

અન્ય સમાચારો પણ છે...