બેંકો મજબૂર:દેશની બેન્કોએ હોંગકોંગ માંથી વાવટા સંકેલી લીધા

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આકરા નિયમોથી સંચાલન બંધ કરવા મજબૂર

હોંગકોંગ સરકાર દ્વારા કોવિડ સંબંધિત નિયમો તેમજ બેન્કિંગ સેક્ટર માટે આકરા નિયમો, કોમર્શિયલ લોન બિઝનેસમાં નુકસાનના ભારતની ઘણી સરકારી બેન્કોએ હોંગકોંગમાંથી વાવટા સંકેલી લીધા છે. એક સમયે હોંગકોંગ પ્રીમિયર ગ્લોબલ ફાઇનાન્સિંગ હબ હતું, જો કે, ચીને હોંગકોંગ પર સંપૂર્ણ નિયંત્રણો લાગૂ કરતાં નિયમો આકરા બનાવ્યા છે.

ચીને હોંગકોંગમાં બેન્કો માટે કોઈ બિઝનેસ છોડ્યો નથી. તમામમાં દખલગીરી કરતાં મોટાભાગની કંપનીઓ તાળા મારવા મજબૂર બની છે. અહીં કાર્યરત 8 જાહેર ક્ષેત્રની બેન્કો સંપૂર્ણપણે બંધ થવાના અંતિમ તબક્કામાં છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોના ખાતાઓ સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની શાખાઓમાં ટ્રાન્સફર કરી દીધા છે અને હોંગકોંગ ફાઈનાન્સિયલ કમિટી તરફથી કોઈ બાકી રકમની રાહ જોઈ રહી છે. આ સિવાય પંજાબ નેશનલ બેન્કે પણ પોતાનું કામકાજ બંધ કરવાનું શરૂ કરી દીધું છે.

બેન્ક ઓફ બરોડાએ પણ શટર પાડી દીધા છે. ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક હાલ સ્ક્રુટિની અંતર્ગત છે. હોંગકોંગ મોનેટરી ઓથોરિટી દ્વારા આઈઓબી, યુકો બેન્ક અને બેન્ક ઓફ ઈન્ડિયાની ધિરાણ પ્રક્રિયા પર પ્રતિબંધ લાદવામાં આવતાં આરબીઆઈએ પણ આ બેન્કોને પીસીએ ફ્રેમવર્ક અંતર્ગત મૂકી હતી. જેનુ ભાવિ અંધકારમય જણાઈ રહ્યું છે. માહિતી અનુસાર, હોંગકોંગમાં ભારતીય સરકારી બેન્કોમાં માત્ર એસબીઆઈ અને ખાનગી બેન્કોમાં આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી જ સર્વાઈવ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...