ભારતમાંથી ખાંડની નિકાસ છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહી છે. વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને ખાંડના બીજા સૌથી મોટા નિકાસકાર ભારતે સપ્ટેમ્બરમાં પૂર્ણ થતા ચાલુ માર્કેટિંગ વર્ષના 2021-22ના મે સુધીમાં વિક્રમી 86 લાખ ટનની નિકાસ પૂર્ણ કરી હોવાનું ઔદ્યોગિક સંગઠન ઇસ્માના અહેવાલમાં દર્શાવાયું છે.
દેશમાંથી 2020-21 માર્કેટિંગ વર્ષમાં કુલ 70 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી જ્યારે આ સમયગાળામાં સ્થાનિક ઉત્પાદન 311.90 લાખ ટન રહ્યું હતું. ગત મહિને ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવારોની સિઝન દરમિયાન પૂરતા પ્રમાણમાં સ્થાનિક પુરવઠો અને રિટેલ કિંમતોને કાબુમાં માટે સરકારે ખાંડની નિકાસ 100 લાખ ટન સુધી મર્યાદિત કરી હતી.
જોકે સહકારી સંસ્થાઓએ નિકાસ મર્યાદા 10 લાખ ટન વધારવાની માંગ કરી છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)ના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 94-95 લાખ ટનના નિકાસ કરાર થઈ ચૂક્યા છે. તેમાંથી મે 2022ના અંત સુધીમાં લગભગ 86 લાખ ટનના શિપમેન્ટ થઇ ચૂક્યા છે.
વર્તમાન માર્કેટિંગ વર્ષના ઓક્ટોબર-એપ્રિલના સમયગાળા દરમિયાન સ્થાનિક બજારમાં આશરે 160 લાખ ટન ખાંડનું વેચાણ થયું હોવાનો અંદાજ છે જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 152.6 લાખ ટનથી 750000 ટન વધુ છે. વેચાણનો ક્વોટા ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 5.5 લાખ ટન વધુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.