• Gujarati News
  • Business
  • The Company Will Get Help In The New Energy Business, California based Software based Management Tool Maker Sensehawk

રિલાયન્સે ખરીદી સેન્સહૉકની 79.4% હિસ્સેદારી:કંપનીને ન્યૂ એનર્જી બિઝનેસમાં મળશે મદદ, કેલિફોર્નિયાની સોફ્ટવેર આધારિત મેનેજમેન્ટ ટૂલ બનાવતી કંપની છે સેન્સહૉક

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કેલિફોર્નિયાની સેન્સહૉક કંપનીમાં 79.4% હિસ્સેદારી મેળવી છે. આ સોદો 32 મિલિયન ડૉલર(અંદાજિત 255 કરોડ રૂપિયા)માં નક્કી થયો છે. રેગ્યુલેટરી એપ્રૂવલ બાદ આ વર્ષના અંત સુધીમાં સોદો પૂરો થવાની સંભાવના છે. 2018માં શરૂ થયેલી સેન્સહૉક સોલર એનર્જી આધારિત ઈન્ડસ્ટ્રીઝ માટે સોફ્ટવેર આધારિત મેનેજમેન્ટ ટૂલ બનાવે છે. કંપની ઓટોમેશનના વપરાશથી લઈ સોલર પ્રોજેક્ટની પ્લાનિંગથી લઈ પ્રોડક્શનમાં મદદ કરે છે.

ન્યૂ એનર્જીમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ
રિલાયન્સ જામનગરમાં સંપૂર્ણપણે સંકલિત ન્યૂ એનર્જી ઉત્પાદન ઇકોસિસ્ટમની શરૂઆત કરવા જઈ રહી છે, જેના માટે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપની 4 નવી ગીગા ફેક્ટરીઓનું નિર્માણ કરી રહી છે. એકમાં ફોટોવોલ્ટેઇક પેનલ બનશે. બીજી ફેક્ટરી એનર્જી સંગ્રહ માટે છે. ત્રીજી ફેક્ટરી ગ્રીન હાઈડ્રોજન અને ફ્યુલ સેલ સિસ્ટમ માટે છે. કંપનીએ ગયા અઠવાડિયે AGMમાં પાવર ઈલેકટ્રોનિક્સ માટે એક નવી ફેક્ટરીની પણ ઘોષણા કરી હતી.

ખર્ચમાં ઘટાડો થશે અને ઉત્પાદકતા વધશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે 'સેન્સહૉકના સહયોગથી આપણે વૈશ્વિક સ્તરે સૌથી નજીવી LCoE(Levelized Cost of Energy)આપવા માટે ખર્ચમાં ઘટાડો કરીશું, ઉત્પાદકતા વધારીશું અને સમયસર કામગીરીમાં સુધારો લાવીશું. આ એક ઉત્તેજક ટેકનોલોજી પ્લેટફોર્મ છે અને મને ભરોસો છે કે RILની મદદથી સેન્સહૉક મલ્ટીફોલ્ડ ગ્રોથ કરશે'.

અન્ય સમાચારો પણ છે...