• Gujarati News
  • Business
  • The Company Offered To Take Up The Stake At A Price Of Rs.10, Took Steps To Repay The Debt

વોડાફોન-આઈડિયામાં હિસ્સો લઈ શકે છે સરકાર:કંપનીએ રૂ.10ના ભાવ પર હિસ્સો લેવાની ઓફર કરી, દેવું ચૂકવવા માટે પગલાં લીધાં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

શેરની કિંમત રૂ.10 પર સ્થિર થયા પછી સરકાર દેવામાં ડૂબી ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા લિમિટેડ (VIL)માં હિસ્સો હસ્તગત કરશે. એક સત્તાવાર સૂત્રએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્કેટ રેગ્યુલેટર સેબીના ધોરણો મુજબ, એક્વિઝિશન માત્ર સમાન મૂલ્ય પર થવું જોઈએ. VILના શેરની કિંમત રૂ.10 આસપાસ સ્થિર થયા પછી ટેલિકોમ વિભાગ હિસ્સો સંપાદનને મંજૂરી આપશે.

કંપની પર લગભગ રૂ. 16,000 કરોડ ચૂકવવાની જવાબદારી
VIL પર સરકારને વ્યાજ તરીકે લગભગ રૂ.16,000 કરોડ ચૂકવવાના છે. આ જવાબદારીના બદલામાં, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સરકારને શેર દીઠ રૂ. 10નો હિસ્સો ચૂકવવાની ઓફર કરી છે. આ હિસ્સાના સંપાદન પછી, VILમાં સરકારનો હિસ્સો લગભગ 33% હશે જ્યારે કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 74.99%થી ઘટીને 50%થી નીચે આવી જશે.

કંપનીઓએ નવું રોકાણ ન કરવાનું નક્કી કર્યું
વોડાફોન ઈન્ડિયાના પ્રમોટર અને ચેરમેન કુમાર મંગલમ બિરલા છે. તેઓ કંપનીમાં 27% અને યુકેની કંપની વોડાફોન PLCમાં 44% હિસ્સો ધરાવે છે. કંપનીની વર્તમાન માર્કેટ કેપ રૂ.31,200 કરોડ છે. કંપનીની ખરાબ હાલત જોઈને બંને પ્રમોટરોએ કંપનીમાં નવું રોકાણ ન કરવાનો નિર્ણય લીધો છે.

કંપની પર 1.99 લાખ કરોડનું દેવું છે
VIL પર 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ રૂ. 1,94,780 કરોડનું દેવું હતું. એપ્રિલ-જૂન ક્વાર્ટર, 2022ના અંતે આ દેવું વધીને રૂ. 1,99,080 કરોડ થયું છે.

ગુરુવારે શેર રૂ.9.68 પર બંધ થયો હતો
VIL શેર 19 ઓગસ્ટથી 10 રૂપિયાના સ્તરથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ગુરુવારે, તેનો સ્ટોક BSE પર 1.02% ઘટીને રૂ.9.68 પર બંધ થયો હતો.

Jioના આવ્યા પછી બે કંપનીઓ એક થઈ ગઈ
રિલાયન્સ JIOના આગમન પછી, બિરલાની આઈડિયા અને વોડાફોન એક થઈ ગયા. આ પછી, ચાર ટેલિકોમ કંપનીઓ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને લઈને દેશમાં અગ્રણી રહી. વોડાફોન આઈડિયા સતત ખોટ કરી રહી છે અને તાજેતરમાં જ તેના ડૂબવાની ચર્ચા હતી. વોડાફોન આઈડિયા દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે.

અન્ય સમાચારો પણ છે...