તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાઈમરી માર્કેટ 2020:કંપનીઓએ જાહેર ભરણાં દ્વારા 1.7 લાખ કરોડનુ ફંડ એકત્ર કર્યું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • તમામ આઈપીઓ બેસ્ટ પર્ફોર્મર રહ્યા, સંખ્યા ઘટી, વેલ્યૂ વધી
 • ગત વર્ષ કરતાં ફંડ એકત્રિકરણ 116 ટકા વધ્યું.
 • ફન્ડિં માટે સૌથી વધુ લોકપ્રિય રૂટ ક્યુઆઈપી રહ્યો

વર્ષ 2020 વાસ્તવમાં 20-20 મેચ જેવુ રસાકસીભર્યુ હતું. જો કે, તેમાં મોટાભાગના સેક્ટર્સ, કેપિટલ માર્કેટ, ઈક્વિટી-ડેટ માર્કેટ સહિત તમામ જીત હાંસલ કરવામાં સફળ રહ્યા છે. વર્ષના પ્રથમ છ મહિના સુસ્ત રહેલા પ્રાઈમરી માર્કેટમાંથી છેલ્લા છ મહિનામાં કુલ 1.7 લાખ કરોડનુ ફંડ એકત્ર થઈ ચૂક્યુ છે. પ્રાઈમડેટાબેઝના રિપોર્ટ અનુસાર, જે ગતવર્ષ કરતાં 116 ટકા વધુ છે. ગતવર્ષે ભારતીય કંપનીઓ પબ્લિક ઈક્વિટી માર્કેટમાંથી રૂ. 82,241 કરોડ અને 2018માં રૂ. 62651 કરોડ એકત્ર કર્યા હતા. અગાઉ 2017માં સૌથી વધુ 1,60,032 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતાં. આઈપીઓમાં રિટેલ રોકાણકારોનો મજબૂત પ્રતિસાદ, બમ્પર લિસ્ટિંગ, ક્યુઆઈપી મારફત સૌથી વધુ ફંડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ મારફત પણ ફંડ એકત્ર કરવામાં આવ્યુ છે. ક્યુઆઈપી મારફત ફંડ મેળવવામાં બેન્કો, એનબીએફસી, ટેલિકોમ્યુનિકેશન કંપનીઓનો ફાળો 84 ટકા રહ્યો હતો. માર્કેટની ઝડપી તેજીને ધ્યાનમાં લેતા આગામી વર્ષે પણ આઇપીઓ માર્કેટમાં રોકાણકારોને કમાણી થઇ શકે છે.

2020માં આઈપીઓની સંખ્યા ઘટી પરંતુ ફંડિંગ વેલ્યુ વધી
ચાલુ કેલેન્ડર વર્ષમાં કુલ 15 કંપનીઓ આઈપીઓ મારફત રૂ. 26,611 કરોડ એકત્ર કર્યા હતા. ગતવર્ષે 16 કંપનીઓએ આઈપીઓ દ્રારા રૂ. 12,362 કરોડ એકત્ર કર્યા હતા. જે સંખ્યાની દ્રષ્ટીએ ઘટાડો પરંતુ વેલ્યૂની દ્રષ્ટીએ 115 ટકા વધારો દર્શાવે છે. રૂ. 10341 કરોડ સાથે સૌથી મોટો SBI કાર્ડ્સ રહ્યો હતો. લિસ્ટેડ 14 આઈપીઓ 10 ટકાથી 100 ટકા સુધી રિટર્ન આપી રહ્યા છે. બર્ગરકિંગ 131 ટકા, હેપ્પીએસ્ટ માઈન્ડ્સ 123 ટકા, મિસિઝ બેક્ટર્સ ફૂડ 107 ટકા, રૂટ મોબાઈલ 86 ટકા, રોસ્સારી બાયોટેક 75 ટકા, કેમકોન સ્પેશિયાલિટી 72 ટકા, ગ્લેન્ડ ફાર્મા 21 ટકા, મઝગાંવ ડોક 19 ટકા, કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિઝ 14 ટકા અને લિખિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર 14 ટકા રિટર્ન આપી રહ્યા છે.

રાઈટ્સ ઈશ્યૂનુ પ્રમાણ ઝડપી વધ્યુ
2020માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રૂ. 53,124 કરોડના લાર્જ રાઈટસ ઈશ્યૂ સાથે કુલ રૂ. 64,984 કરોડનુ ફંડ એકત્રિકરણ નોંધાયુ હતું. રાઈટ્સ ઈશ્યૂ મારફત 2019ના રૂ. 52,053 કરોડ સામે આ વર્ષે 25 ટકા વધુ રૂ. 64,984 કરોડ ફંડ એકત્ર કરવામાં વ્યુ હતું. સંખ્યાની દ્રષ્ટીએ કંપનીઓની સંખ્યા 48 ટકા વધી 20 થઈ હતી.

5 વર્ષના રાઈટ્સ ઈશ્યૂ સ્થિતિ

વર્ષરાઈટ્સ ઈશ્યૂઈશ્યૂ સાઈઝ
20202064984
20191252,053
20181318,827
2017216,639
2016101,914

​​​એસએમઈ આઈપીઓ સુસ્ત રહ્યા

એસએમઈ આઈપીઓ સેગમન્ટમાં નેગેટીવ પર્ફોર્મન્સના પગલે છેલ્લા બે વર્ષથી સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2020માં રૂ. 159 કરોડના 27 એસએમઈ આઈપીઓ યોજાયા હતા. 2019માં 51 એસએમઈએ આઈપીઓ મારફત રૂ. 624 કરોડ એકત્ર કર્યા હતા. જ્યારે 2018માં કુલ 141 એસએમઈએ 2287 કરોડના આઈપીઓ યોજ્યા હતા.

એસએમઈ આઈપીઓ

વર્ષકંપનીઈશ્યૂ સાઈઝ
202027159
201951624
20181412287
20171331679
201667537

સૌથી વધુ ફન્ડિંગ ક્યુઆઈપી મારફત

કુલ 26 કંપનીઓએ રૂ. 84,501 કરોડ ફંડ મેળવ્યુ હતું. જે ગતવર્ષ રૂ. 35,238 કરોડ કરતાં 140 ટકા વધુ છે. કુલ ક્યુઆઈપી ફંડિંગમાં સૌથી વધુ ફંડ આઈસીઆઈસીઆઈ બેન્કે (રૂ. 15000 કરોડ) મેળવ્યુ હતું.

35 હજાર કરોડના IPO ટૂંકસમયમાં યોજાશે
આઈપીઓના પોઝિટિવ લિસ્ટિંગ જોતાં આગામી માસમાં આઈપીઓની હારમાળા યોજાશે. 28 કંપનીઓએ રૂ. 28706 કરોડના આઈપીઓ માટે સેબી પાસેથી મંજૂરી મેળવી લીધી છે.4,410 કરોડના સાત આઈપીઓ મંજૂરી માટે રાહ જોઈ રહ્યા છે. > પ્રણવ હલદિયા, મેનેજિંગ ડિરેક્ટર, પ્રાઈમડેટાબેઝ.

છેલ્લાં 3 વર્ષમાં પ્રાઈમરી માર્કેટમાંથી એકત્રિત ફંડ

વર્ષIPO(SME)એફપીઓક્યુઆઈપીInvITs/ReITsઓએફએસકુલ
202026770150248450129715214581,77,468
201912,985113523880082599982,241
201833,246-1558731451067262,651
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો