એનાલિસિસ:ભારતમાં કો-વર્કિંગ સ્પેસ માર્કેટ 50 મિલિયન સ્ક્વેર ફૂટને આંબી જશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં અમદાવાદ, બરોડા, સુરતમાં કો-વર્કિંગનો ટ્રેન્ડ વધ્યો

ભારતમાં કો-વર્કિંગ સ્પેસ માર્કેટમાં ઝડપી ડિમાન્ડના કારણે વર્ષ 2023 સુધીમાં આ સેક્ટરમાં 50 મિલિયન સ્ક્વેર ફુટની જરૂરીયાતને આંબી જશે તેવો નિર્દેશ જેએલએલના સર્વેમાં કરવામાં આવ્યો છે. કોર્પોરેટ કંપનીઓ ઉપરાંત સ્ટાર્ટઅપ, નાના ઉદ્યોગકારો, બિઝનેસમેનની માગ આ સેગમેન્ટમાં ઝડપી આવી રહી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં આ સેગમેન્ટમાં 15-20 ટકાનો ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. અત્યારે ફ્લેક્સિબલ માર્કેટ પેનીટ્રેશન કુલ ઓફિસ સ્ટોકમાં 3 ટકાનો રહ્યો છે.

દેશમાં 2021માં આ સેગમેન્ટમાં મોટા પાયે માગ ખુલે તેવા સંકેતો છે. અત્યારથી ફ્લેક્સિબલ સ્પેસ માર્કેટમાં ધીમી ગતિ પુછપરછ શરૂ થઇ ચૂકી છે. કોરોના મહામારીના કારણે ટૂંકાગાળાના વિક્ષેપો અને પડકારોને ધ્યાનમાં લીધા વિના મોટા ઉદ્યોગોની માંગ વધારવામાં મદદ કરશે. 2023 સુધીમાં ફ્લેક્સિબલ સ્પેસ માર્કેટની વૃદ્ધિ 50 મિલિયન ચોરસફૂટથી વધુ થઈ જશે. ફ્લેક્સિબલ સ્પેસ ઓપેરટરો દ્વારા આકર્ષક ઓફર પૂરી પાડી રહ્યાં છે જેના કારણે ટ્રેન્ડમાં બદલાવ આવ્યો છે. વર્ષ 2021માં ઝડપી વૃદ્ધિ જોવા મળશે તેવું જેએલએલના સીઇઓ રમેશ નાયરે જણાવ્યું હતું. કુલ ઓફિસ જગ્યામાં ફ્લેક્સિબલ સ્પેસ માર્કેટ હાલના 3 ટકાથી વધીને 2023 સુધીમાં 4.2 ટકા થવાની સંભાવના છે. દેશમાં અત્યારે કુલ વર્કિંગ સ્પેસમાં બેંગલુરૂ, દિલ્હી-એનસીઆરનો હિસ્સો 50 ટકાનો રહ્યો છે. બેંગલુરૂમાં જ 10.6 મિલિ.સ્કેવેર ફુટમાં કો-વર્કિંગ સ્પેસ ઉપલબ્ધ છે.

અમદાવાદમાં એક લાખ sq.ft.થી વધુ જગ્યામાં કો-વર્કિંગ
ગુજરાતમાં અમદાવાદમાં બે વર્ષથી કો-વર્કિંગ સ્પેસમાં ડિમાન્ડ આવી રહી છે. અત્યાર સુધીમાં સરેરાશ એક લાખ સ્કવેર ફુટથી વધુ જગ્યામાં કો-વર્કિંગ ઉપલબ્ધ છે. પ્રતિ સિટીંગ દીઠ રૂ.6500 થી 12500 સુધીનું પ્રતિ માસ ચાર્જ લેવામાં આવી રહ્યો છે જેમાં ઇન્ટનેટ, લાઇટબીલ, મિટિંગ રૂમ પુરા પાડવામાં આવે છે. અમદાવાદ ઉપરાંત આગામી સમયમાં રાજકોટ, બરોડા તથા સુરતમાં પણ ઝડપી આ ટ્રેન્ડ શરૂ થશે. > શાન ગાલા, કનેક્ટ કો-વર્કિંગ સ્પેસ.

અન્ય સમાચારો પણ છે...