• Gujarati News
  • Business
  • The CEO Said – This Is The Most Difficult Decision For Us, There Will Be Layoffs In Stores And PXT Organization

એમેઝોન 2023 સુધી છટણી ચાલુ રાખશે:CEOએ કહ્યું- અમારા માટે આ સૌથી મુશ્કેલ નિર્ણય, સ્ટોર્સ અને PXT ઓર્ગોનાઈઝેશનમાં છટણી થશે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈ-કોમર્સ કંપની એમેઝોનના CEO એન્ડી જેસીએ ખુલાસો કર્યો છે કે કંપની 2023 સુધી કર્મચારીઓની છટણી ચાલુ રાખશે. એમેઝોને આ અઠવાડિયાની શરૂઆતમાં છટણીની પ્રક્રિયા શરૂ કરી, જ્યારે કંપનીએ જાહેરાત કરી કે તે ડિવાઈસ અને બુક્સના બિઝનેસમાંથી કર્મચારીઓને છટણી કરી રહી છે.

હવે જેસીએ કહ્યું કે આગળ વધુ છટણી થશે, કારણ કે એમેઝોનની એન્યુઅલ પ્લાનિંગ પ્રોસેસ આવતા વર્ષ સુધી છે. એમેઝોનના લીડર્સ કેટલાક લેવલ પર ભૂમિકામાં ઘટાડો શરૂ કરવા માટે કર્મચારીઓના કાર્યનું એનાલિસિસ કરશે.

અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધુ ઝડપથી હાયરિંગ કરી છે
એન્ડીએ કહ્યું, 'કંપનીના લીડર્સ તેમની ટીમો સાથે કામ કરી, તેમના વર્કફોર્સના લેવલની ચકાસણી કરી રહ્યા છે. આ ઉપરાંત કંપની તેના ભાવિ રોકાણોને પ્રાથમિકતા આપી રહી છે, તેના ગ્રાહકો માટે શું મહત્વનું છે અને વ્યવસાયના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે શું યોગ્ય છે. આ વર્ષની સમીક્ષા ધારણા કરતા વધુ મુશ્કેલ છે કે અર્થતંત્ર પડકારજનક સ્થિતિમાં છે અને અમે છેલ્લાં કેટલાંક વર્ષો કરતાં વધુ ઝડપથી હાયરિંગ કરી છે.

કર્મચારીઓને 2023 સુધીમાં છટણી વિશે માહિતી આપશે
આ સિવાય જેસીએ દાવો કર્યો કે કંપનીના છટણીના નિર્ણયથી પ્રભાવિત કર્મચારીઓને 2023ની શરૂઆતમાં જાણ કરવામાં આવશે. "છટણીના નિર્ણયો અસરગ્રસ્ત કર્મચારીઓ અને ઓર્ગનાઈઝેશન સાથે 2023ની શરૂઆતમાં શેર કરવામાં આવશે." છટણીમાં અન્ય કેટલી ભૂમિકાઓને અસર થશે તે અમે હજી સુધી અવલોકન કર્યું નથી.

અમારા સ્ટોર્સ અને PXT સંસ્થાઓમાં છટણી કરવામાં આવશે
તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે અમારા સ્ટોર્સમાં અને PXT ઓર્ગનાઈઝેશન્સમાં છટણી થશે." પરંતુ જ્યારે અમારી પાસે તેના વિશે વિગતો હશે ત્યારે દરેક લીડર્સ તેમની સંબંધિત ટીમો સાથે વાત કરશે. આ અઠવાડિયે બન્યું છે તેમ, અમે પબ્લિક અને ઇન્ટરનલ અનાઉસમેન્ટ કરતા પહેલા છટણીથી પ્રભાવિત કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરવાને પ્રાથમિકતા આપીશું.

અમે વર્ષોથી કેટલાક મુશ્કેલ નિર્ણયો લીધા છે
જેસીએ કહ્યું કે CEO તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આ સૌથી મુશ્કેલ નિર્ણય હતો. તેમણે કહ્યું, 'હું લગભગ દોઢ વર્ષથી આ ભૂમિકામાં છું અને તેમાં કોઈ શંકા નથી કે તે સમયે આ સૌથી મુશ્કેલ નિર્ણય હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ઘણા મુશ્કેલ નિર્ણયો લીધા છે, ખાસ કરીને કોરોના રોગચાળા દરમિયાન.

કંપનીના હાર્ડવેર ચીફે બુધવારે છટણીની જાહેરાત કરી હતી
અગાઉ કંપનીના હાર્ડવેર ચીફ ડેવ લિમ્પે બુધવારે છટણીની જાહેરાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, 'અમે અસામાન્ય અને અનિશ્ચિત માઇક્રોઇકોનોમિક એનવાયરમેન્ટનો સામનો કરી રહ્યા છીએ. તેથી સમીક્ષા પછી અમે કેટલીક ટીમો અને પ્રોગ્રામને કન્સોલિડેટ કરવાનું નક્કી કર્યું છે. આ કારણોસર અમને હવે અમુક હોદ્દાની જરૂર રહેશે નહીં.

લિમ્પે કહ્યું હતું કે, 'હું આ સમાચારની જાણ કરતાં ખૂબ જ દુઃખી છું કારણ કે અમે જાણીએ છીએ કે પરિણામે અમે ડિવાઈસ એન્ડ સર્વિસ ડિવિઝનમાંથી પ્રતિભાશાળી એમેઝોનિયન ગુમાવીશું.' તેમણે કહ્યું કે કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓને જાણ કરી છે અને નવી નોકરીઓ શોધવામાં મદદ સહિત અન્ય સહાય પૂરી પાડવા માટે દરેક વ્યક્તિ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.

એમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટી છટણી
ન્યૂયોર્ક ટાઈમ્સે આ અઠવાડિયે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે એમેઝોન 10 હજાર કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે. 31 ડિસેમ્બર 2021 ના આંકડા અનુસાર, એમેઝોન પાસે 16 લાખથી વધુ ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ એમ્પલોઇ છે. 10 હજાર કર્મચારીઓની છટણી એમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટી છટણી છે. છટણીનું કારણ આર્થિક મંદીના કારણે ખર્ચમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે.

હાયરિંગ ફ્રિઝ કરવાની જાહેરાત
એમેઝોનના ટોચના એક્ઝિક્યુટિવને મોકલવામાં આવેલા ઇન્ટરનલ મેમો અનુસાર, કંપનીએ થોડા દિવસો પહેલા જ હાયરિંગ ફ્રિઝ કરવાની જાહેરાત કરી હતી. તેમજ, એમેઝોનમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયર, જેમી ઝાંગે લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરીને તેના કનેક્શનને જણાવ્યું હતું કે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

ત્યારબાદ એક ભૂતપૂર્વ કર્મચારીએ પોસ્ટમાં જણાવ્યું કે આખી રોબોટિક્સ ટીમને કાઢી મૂકવામાં આવી છે. લિંક્ડઇન ડેટા અનુસાર, કંપનીના રોબોટિક્સ વિભાગમાં 3,500થી વધુ કર્મચારીઓ છે. જો કે, એમેઝોન તરફથી છટણી અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

કર્મચારીઓને અન્ય જગ્યાએ નોકરી શોધવા કહ્યું
થોડા દિવસ પહેલાં, વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કંપનીએ તેના કેટલાક અનપ્રોફિટેબલ યુનિટ્સમાં કામ કરતા કર્મચારીઓને અન્ય જગ્યાએ નોકરી શોધવા માટે કહ્યું છે. આનું કારણ એ છે કે કંપનીના ઘણા પ્રોજેક્ટ્સ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે અથવા સસ્પેન્ડ થઈ શકે છે.

'ટાર્ગેટ પ્રોજેક્ટ્સ' માટે ભરતી ચાલુ રહેશે
​​​​​​​
કંપનીના પીપલ એક્સપિરિયન્સ એન્ડ ટેક્નોલોજીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટીએ એક મેમોમાં જણાવ્યું હતું કે હાયરિંગ ફ્રીઝ હોવા છતાં, કંપની "ટાર્ગેટ પ્રોજેક્ટ્સ" માટે નવી ભરતી કરશે તેમજ છોડીને જતાં રહેતાં કર્મચારીઓની સામે રિપ્લેસમેન્ટ કરવામાં આવશે.

હાયરિંગ અને ઇન્વેસ્ટમેન્ટને બેલેન્સ કરવા માગે છે
કહેવામાં આવ્યું છે કે, 'અમે અસામાન્ય આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. આમાં, અમે હાયરિંગ અને ઇન્વેસ્ટમેન્ટને બેલેન્સ કરવા માગીએ છીએ. આ પહેલીવાર નથી, અમે આ પહેલા પણ ઘણી વખત પડકારજનક અર્થવ્યવસ્થાનો સામનો કરી ચૂક્યા છીએ.

એમેઝોનમાં ભવિષ્યના 5 વર્ષમાં પેકેજિંગમાં 100% રોબોટિક સિસ્ટમ થઈ શકે છે.
એમેઝોનમાં ભવિષ્યના 5 વર્ષમાં પેકેજિંગમાં 100% રોબોટિક સિસ્ટમ થઈ શકે છે.

રોબોટ્સ માણસોનું સ્થાન લઈ રહ્યા છે
કંપની કામ કરવા માટે ઘણા એકમોમાં રોબોટના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. હાલમાં ડિલિવરી કરાયેલા લગભગ 3 ચતુર્થાંશ પેકેટ્સ અમુક પ્રકારની રોબોટિક સિસ્ટમમાંથી પસાર થાય છે. એમેઝોન રોબોટિક્સના ચીફ ટાય બ્રેડીએ કહ્યું હતું કે આગામી 5 વર્ષમાં પેકેજિંગ 100% રોબોટિક સિસ્ટમ બની શકે છે. તેમણે સંકેત આપ્યો કે ભવિષ્યમાં રોબોટ્સ માનવ કર્મચારીઓની જગ્યા લેશે, પરંતુ તેમાં ઘણો સમય લાગશે.

અન્ય સમાચારો પણ છે...