• Gujarati News
  • Business
  • The Cases Of Bankruptcy Process Have Reduced By 83 Percent So Far Since The Corona Epidemic

શુભ સંકેત:કોરોના મહામારીથી અત્યાર સુધીમાં નાદારી પ્રક્રિયાના કેસ 83 ટકા ઘટ્યા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ એન્ડ પી ટ્રેક લિસ્ટની દર 5માંથી 4 કંપનીઓ પાસે પર્યાપ્ત કેશ

કોવિડ મહામારી બાદ ટર્નઓવર, આવક અને નફામાં સુધારા ઉપરાંત ભારતીય કંપનીઓની સ્થિતિ વધુ બહેતર થઇ હોવા માટેના બીજા કેટલાક સંકેત મળ્યા છે. કંપનીઓના ડિફોલ્ટરના મામલાઓ 83%થી વધુ ઘટ્યા છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલએ IBC અંતર્ગત 332 કંપનીઓથી સંબંધિત નાદારી પ્રક્રિયાઓના મામલાનો સ્વીકાર કર્યો છે.

તેની તુલનાએ 2019-20ના જૂન ક્વાર્ટરમાં અંદાજે 2,000 એવા કેસ સામે આવ્યા હતા. જો કે એપ્રિલ-જૂન 2021માં IBC અંતર્ગત માત્ર 193 મામલા જ નોંધવામાં આવ્યા હતા. રિસર્ચ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીના એક રિપોર્ટથી આ જાણકારી સામે આવી છે. ડિફોલ્ટર કંપનીઓને લગતા IBCના તાજેતરના આંકડ રેટિંગ એજન્સી S&Pના નિષ્કર્ષથી મેળ ખાય છે.

તાજેતરમાં આવેલા S&Pના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે કંપનીઓને તે ટ્રેક કરે છે, તેમાં દર 5માંથી 4ની પાસે પર્યાપ્ત રોકડ છે. આ કંપનીઓની ક્રેડિટ પ્રોફાઇલ પણ મજબૂત છે. સરકારે 28 મે, 2016થી ઇન્સોલ્વેંસી એન્ડ બેંકરપ્સી કોડ (IBC) કાનૂન લાગૂ કર્યો હતો. જૂન 2022 સુધી દેશમાં 2,000 કંપનીઓ નાદારી નોંધાવવાની યોજના રહી હતી.

અડધાથી વધુ કંપનીઓનું લિક્વિડેશન
નાદારી પ્રક્રિયા ચલાવવા માટેની અરજી કરનાર લેણદારો માટે કંપનીનું લિક્વિડેશન સૌથી લોકપ્રિય વિકલ્પ રહ્યો છે. લિક્વિડેશન બાદ કંપનીનું અસ્તિત્વ ખતમ થઇ જાય છે. કોટકના રિપોર્ટ અનુસાર, નાદારી પ્રક્રિયાના 3,600માંથી 47% મામલા લિક્વિડેશનમાં ગયા છે.

61% કેસમાં સમયસર સમાધાન ન થયું
નાદારી પ્રક્રિયા 180 દિવસમાં પૂરી થઇ જવી જોઇએ. તેનો સમયગાલો 90 દિવસ સુધી વધારી શકાય છે. વર્ષ 2022-23ના જૂન ક્વાર્ટર સુધી 61% કેસમાં સમયગાળો 270 દિવસની મર્યાદાને પાર કરી ગયો હતો.

નાના અને મધ્યમ કદના ઉદ્યોગો વધુ દબાણ હેઠળ
રિપોર્ટમાં ભારતીય કંપનીઓની આર્થિક સ્થિતિ તો મજબૂત થઇ છે પરંતુ બીજી તરફ નાના અને મધ્યમ કદના ઉધ્યોગો આર્થિક રીતે દબાણનો સામનો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...