• Home
  • Business
  • The Carlyle Group acquired a 20% stake in Piramal Group's pharma company with an investment of Rs. 3,705.77 crore

ઇન્વેસ્ટમેન્ટ / કાર્લાઇલ ગ્રૂપે રૂ. 3,705.77 કરોડનું રોકાણ કરી પિરામલ ગ્રુપની ફાર્મા કંપનીમાં 20% હિસ્સેદારી મેળવી

The Carlyle Group acquired a 20% stake in Piramal Group's pharma company with an investment of Rs. 3,705.77 crore
X
The Carlyle Group acquired a 20% stake in Piramal Group's pharma company with an investment of Rs. 3,705.77 crore

  • પિરામલ એન્ટરપ્રાઇઝના ફાર્મા વ્યવસાયોનું પિરામલ ફાર્મા લિમિટેડમાં સંકલન થશે
  • કાર્લાઇલ ભારતમાં વર્ષ 2000થી ફાર્મા સહીત વિવિધ સેક્ટર્સમાં રોકાણ કરી રહી છે

દિવ્ય ભાસ્કર

Jun 27, 2020, 07:10 PM IST

અમદાવાદ. પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પિરામલ ફાર્મા લિમિટેડમાં 20% હિસ્સા માટે અમેરિકાની પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કંપની ધ કાર્લાઇલ ગ્રૂપ ઇન્ક 490 મિલિયન ડોલર (અંદાજે રૂ. 3,705.77 કરોડ)નું રોકાણ કરશે. આ નાણાકીય વ્યવહાર ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સૌથી મોટા પ્રાઇવેટ ઇક્વિટી સોદાઓ પૈકીનો એક છે અને વર્ષ 2020માં પૂર્ણ થવાની અપેક્ષા છે, જે કાયદેસર શરતો અને નિયમનકારી મંજૂરીઓને આધિન છે. કાર્લાઇલ ભારત અને દુનિયામાં હેલ્થકેર સેક્ટરમાં રોકાણ કરવાનો સુસ્થાપિત ટ્રેક-રેકોર્ડ ધરાવે છે. 

અમારી બેલેન્સશીટને મજબૂત કરશે: અજય પિરામલ
પિરામલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડનાં ચેરમેન અજય પિરામલે કહ્યું હતું કે, પિરામલ ફાર્મામાં કાર્લાઇલના વ્યૂહાત્મક ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ એ ઓર્ગેનિક વૃદ્ધિ અને કોન્સોલિડેશન માટે તકો સાથે નવો, આકર્ષક અને વિસ્તરણક્ષમ વ્યવસાયો ઊભા કરવાની અમારી ક્ષમતાનો પુરાવો છે. ફંડનો આ ઉમેરો અમારી બેલેન્સશીટને મજબૂત કરશે અને અમને અમારી સ્ટ્રેટેજીના આગામી તબક્કા માટે રિઝર્વ ફંડ આપશે. પિરામલ ફેમિલીને આ ક્ષમતા ધરાવતા રોકાણકાર ધરાવવાની ખુશી છે અને પાર્ટનરશિપના અમારા ઉત્કૃષ્ટ રેકોર્ડને જાળવી રાખીશું.

બંને કંપનીઓના અનુભવથી વ્યૂહાત્મક તકો ઉભી થશે
કાર્લાઇલ એશિયા પાર્ટનર્સ એડવાઇઝરી ટીમના મેનેજિંગ ડાયરેક્ટર નીરજ ભારદ્વાજે કહ્યું હતું કે, પિરામલ ફાર્માએ બજારમાં મજબૂત સ્થિતિ તથા ફાર્મા સોલ્યુશન્સ, ક્રિટિકલ કેર અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એમ વ્યવસાયનાં દરેક મુખ્ય સેગમેન્ટમાં વ્યાપક કામગીરી સાથે મજબૂત, વિવિધતાસભર ફાર્મા બિઝનેસ ઊભો કર્યો છે. અમે કંપનીની અનુભવી મેનેજમેન્ટ ટીમ સાથે એના પ્લેટફોર્મનું વિસ્તરણ કરવા, વ્યૂહાત્મક તકો વિકસાવવા અને બજારમાં વ્યાપક પહોંચની સુવિધા આપવા અમારા આંતરરાષ્ટ્રીય નેટવર્ક, હેલ્થકેર ક્ષેત્રની વિસ્તૃત જાણકારી અને કાર્યકારી અનુભવનો ઉપયોગ કરીશું.

કાર્લાઇલે ભારતમાં 2.5 અબજ ડોલરથી વધારેનું રોકાણ કર્યું છે
કાર્લાઇલ ભારતમાં લાંબા સમયથી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે, જે વર્ષ 2000થી ભારતમાં રોકાણ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સંસાધનો, ઉદ્યોગમાં કુશળતા અને સારી સ્થાનિક જાણકારી સાથે કાર્લાઇલે 31 માર્ચ, 2020 સુધી ભારતમાં 2.5 અબજ ડોલરથી વધારેનું રોકાણ કર્યું છે. ગયા મહિને કંપનીએ ભારતની સંપૂર્ણપણે એનિમલ હેલ્થકેર કંપની સીક્વન્ટ સાયન્ટિફિકમાં મહત્તમ હિસ્સો ખરીદવા રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત SBI લાઇફ, SBI કાર્ડ, HDFC, ઇન્ડિયા ઇન્ફોલાઇન, દિલ્હીવરી અને PNB હાઉસિંગ ફાઇનાન્સમાં પણ તેનું રોકાણ છે.

ભવિષ્યની યોજનાઓ માટે ઉપયોગી સાબિત થશે: નંદિની પિરામલ
પિરામલ એન્ટરપ્રાઇઝીસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નંદિની પિરામલે કહ્યું હતું કે, અમારા ફાર્મા બિઝનેસમાં આ નવા ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટનો ઉપયોગ ફાર્મા વ્યવસાયો માટે વૃદ્ધિકારક મૂડી તરીકે થશે, જેમાંથી અમે અમારી સાઇટની ક્ષમતા વધારીશું તેમજ ભારતની અંદર અને બહાર એક્વિઝિશનની આકર્ષક તકો ઝડપીશું. વચગાળામાં આ મૂડીભંડોળમાંથી થનારી આવક અમને નજીકના ભવિષ્યમાં ઋણ ઘટાડીને અમારી બેલેન્સ શીટને વધુ મજબૂત કરવા માટે પણ ઉપયોગી બની શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી