તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • The Budget Session Will Begin On January 29, With The Government Imposing A Covid Surcharge

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ 1લી ફેબ્રુઆરીએ​​​:બજેટ સત્ર 29મી જાન્યુઆરીથી શરૂ થશે, સરકાર કોવિડ સરચાર્જ લગાવી શકે છે

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહી ચુક્યા છે કે આ વખતનું બજેટ અભૂતપુર્વ હશે-ફાઈલ ફોટો - Divya Bhaskar
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહી ચુક્યા છે કે આ વખતનું બજેટ અભૂતપુર્વ હશે-ફાઈલ ફોટો

નાણાંકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ 1લી ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ થશે. બજેટ સત્રની શરૂઆત 29મી જાન્યુઆરીથી થશે. સત્ર બે ભાગોમાં હશે. પહેલો ભાગ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી અને બીજો હિસ્સો 8 માર્ચથી 8 એપ્રિલ સુધી હશે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) આ તારીખો અંગે ભલામણ કરી છે. આ અંગે અંતિમ નિર્ણય કેબિનેટ દ્વારા લેવામાં આવશે.

સત્રના પ્રથમ દિવસે 29 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બન્ને ગૃહોને સંબોધિત કરશે. બજેટ દરખાસ્ત પર ચર્ચા સત્રના બીજા ભાગમાં થશે. આ અગાઉ કોરોના મહામારીને લીધે સરકારે સંસદનું શિયાળુ સત્ર બોલાવ્યું ન હતું. CCPAએ કહ્યું છે કે સત્ર દરમિયાન કોરોના વાઈરસ સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અગાઉ કહી ચુક્યા છે કે આ બજેટ અભુતપૂર્વ હશે. સરકારે પાસે નાણાંની તંગીને જોતા એવું માનવામાં આવે છે કે બજેટમાં કોવિડ સરચાર્જ લાગુ કરવામાં આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser