તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજારમાં ખોટકો:NSEમાં સર્જાયેલી 25 વર્ષની સૌથી મોટી ટેક્નિકલ ખામીથી 4 કલાક સોદા ઠપ થયા

નવી દિલ્હી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બપોરે 3.30 કલાકે બીએસઇ અને એનએસઇ બન્નેએ ટ્રેડિંગના કલાકો લંબાવી 5.30 કલાક સુધીના કર્યા
 • ટેક્નિકલ ખામી અંગે એનએસઇના સત્તાવાળાઓએ રોકાણકારો, ટ્રેડર્સને અંધારામાં રાખ્યા

નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે આજે સવારે 10 કલાકે ટેકનિકલ ખામી સર્જાતા કેશ અને ‌ફ્યુચર ઓપ્શન ટ્રેડિંગ ઠપ્પ થઇ ગયા હતા. જેના કારણે ચાર કલાક સુધી હજારો બ્રોકર્સ, લાખ્ખો ટ્રેડર્સ- ઇન્વેસ્ટર્સ તેમજ સંસ્થાકીય રોકાણકારોના જીવ તાળવે ચોંટેલા રહ્યા હતા.

એક અંદાજ મુજબ સોદા ઠપ્પ થઇ જવાના કારણે બ્રોકર્સ, ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સના અબજો રૂપિયાના સોદા ફસાયા હતા. જોકે 3.30 કલાકે નેશનલ સ્ટોક એક્સચેન્જે જાહેરાત કરી હતી કે ટેકનિકલ ખામી દૂર થઇ ગઇ છે અને બપોરે 3.45 કલાકથી સાંજે 5 કલાક દરમિયાન નોર્મલ ટ્રેડિંગ થશે અને ટ્રેડ મોડ કટ ઓફ્ફ ટાઇમ સાંજના 5.30 કલાકનો રહેશે.

બીએસઇએ પણ તેના અનુસંધાનમાં ટ્રેડિંગ કલાકો લંબાવ્યા હોવાની જાહેરાત કરી હતી. સવારે 10.08 વાગ્યાથી એનએસઇ ખાતે રેટ્સમાં અપડેટ થવાનું બંધ થઇ જતાં છેવટે એક્સચેન્જે 11.40 વાગ્યે એફએન્ડઓ સેગ્મેન્ટ અને 11.43 કલાકે કેશમાં ટ્રેડિંગ બંધ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો