તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • The Bank May Also Start Large Industrial Houses In The Country, The RBI Committee Suggested

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેન્કિંગ ક્ષેત્રમાં પરિવર્તનનો પવન:દેશનાં મોટાં ઔદ્યોગિક ગૃહો પણ બેન્ક શરૂ કરી શકે છે, RBIની સમિતિએ સૂચન કર્યું

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો અર્થતંત્રમાં સ્થિતિ યોગ્ય રહેશે તો આગામી સમયમાં દેશમાં મોટા ઉદ્યોગપતિ કોઈપણ બેન્કના પ્રમોટર બની શકે છે. હકીકતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની એક સમિતિએ કહ્યું છે કે મોટી કંપનીઓ અથવા ઔદ્યોગિક ગૃહોને બેન્કોના પ્રમોટર બનવા માટેની મંજૂરી આપવામાં આવી રહી છે.

પ્રમોટર્સની હિસ્સેદારી વધારવા અંગે વિચારણા
RBIની સમિતિએ આ સાથે એમ પણ કહ્યું હતું કે છે ખાનગી બેંકોમાં પ્રમોટર્સની હિસ્સેદારી વર્તમાન 15 ટકાથી વધારી 26 ટકા કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે આ ઉદ્દેશ માટે એક સમિતિની રચના કરી હતી.

અનેક મુદ્દા પર વિચારણા
આ સમિતિ સમક્ષ બેન્કને લગતા કેટલાક મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે. તેમાં બેન્ક લાઈસન્સ માટે અરજી કરવા વ્યક્તિગત રીતે અથવા યુનિટ માટે યોગ્યતાને લગતા માપદંડનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા બેન્કોમાં લાંબા ગાળાનું શેરહોલ્ડિંગ માટે નિયમોની સમીક્ષાનો પણ સમાવેશ થતો હતો.

RBI તરફથી મંજૂરી જરૂરી
આ સમયમાં સમિતિએ મોટી કંપનીઓ/ઔદ્યોગિક ગૃહોને બેન્કોના પ્રમોટર બનાવવા અંગે ભલામણ કરવામાં આવી છે. જો સમિતિની ભલામણને RBI તરફથી મંજૂરી મળે છે તો દેશનાં મોટાં ઔદ્યોગિક ગૃહો તેમની બેંકો ખોલી શકશે.

NBFCને ભલામણ
આ સાથે સમિતિએ કહ્યું છે કે રૂપિયા 50,000 કરોડ અને તેના કરતાં વધારે સંપત્તિવાળી નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC)ને બેંકોમાં તબદિલ કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી શકે છે. તેમાં એવા એકમોનો પણ સમાવેશ થાય છે કે જેમના કોર્પોરેટ હાઉસ છે. જોકે આ માટે 10 વર્ષના પરિચાલનની આવશ્યક શરત હોવી જોઈએ.

યુનિવર્સલ બેન્કિંગ માટેના નિયમ
સમિતિએ એવું પણ સૂચન કર્યું છે કે યુનિવર્સલ બેન્કિંગ માટે નવા બેન્ક લાઈસન્સને લઈ ન્યૂનત્તમ પ્રારંભિક મૂડી 500 કરોડ રૂપિયાથી વધારીને રૂપિયા 1000 કરોડ રૂપિયા કરવી જોઈએ, જ્યારે સ્મોલ સ્કેલની ફાઇનાન્સિયલ બેન્ક માટે રૂપિયા 200 કરોડના મૂડી ભંડોળની મર્યાદા વધારીને રૂપિયા 300 કરોડ કરવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો