ઓટોમોટીવ માર્કેટ વેગવાન બનશે:ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ 2027માં 18 અબજ ડોલરે પહોંચશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી ગ્રાહકોમાં ઇ-વાહનોનું આકર્ષણ

લોકોની માથાદીઠ આવકોમાં વધારો તેમજ ગ્રાહકોની ઈ-વાહન પ્રત્યેની પ્રાથમિકતાના પગલે દેશનુ ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટ 2027 સુધીમાં 18 અબજ ડોલરની સપાટી કુદાવશે. કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ અનુસાર, ઓટોમોટીવ ઈલેક્ટ્રોનિક્સના કુલ વેચાણો 2020માં 6 અબજ ડોલર સામે વધી 2027 સુધી ત્રણગણા વધવાનો આશાવાદ છે.

કાઉન્ટરપોઈન્ટના રિસર્ચ એનાલિસ્ટ સૌ મન મંડલે જણાવ્યુ હતુ કે, ટેલિમેટિક્સ કંટ્રોલ યુનિટ, ઈન્ફોટેઈમેન્ટ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સના વધતા વપરાશના કારણે ઓટોમોટીવ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પેસેન્જર વાહનોનો હિસ્સો 2/3 થવાની શક્યતા છે.

જો કે, ટેલિમેટિક્સનો ઉપયોગ વૈશ્વિક માપદંડોની તુલનાએ ભારતમાં નીચો છે. લોકોમાં અદ્યતન સલામતી અને કોમ્યુનિકેશન સર્વિસ વિશે વધતી જાગૃતિ અને ઓટો ઉત્પાદકો દ્વારા વધુ કનેક્ટિવિટી સેવા પ્રદાન કરવા સાથે, ભવિષ્યમાં ઓટોમોટીવ માર્કેટ વેગવાન બનશે.” પ્રિમિયમ સેગમેન્ટ કારમાં હજી પણ હેડ અપ ડિસ્પ્લે, બ્લાઈન્ટ સ્પોટ મોનિટરિંગ સિસ્ટમ, ઓટો ડિમિંગ મિરર, એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ફિચર્સ જેવા મુખ્ય ફિચર્સ છે.

પેસેન્જર વાહનદીઠ ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટનો સરેરાશ ખર્ચ 2027 સુધી રૂ. 2 લાખ (2685 ડોલર) થવાની સંભાવના છે. કોર્પોરેટ એવરેજ ફ્યુલ ઈફિશિયન્સી 2 અને ભારત સ્ટેજ-6 જેવા કડક નિયમોના લીધે ઈલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ વધ્યો છે. ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં ટુ વ્હિલર માર્કેટ ફુલ સ્પીડે વધશે.

ઇંધણના વધતાં ભાવો ઈવી માર્કેટને વેગ આપશે
છેલ્લા 2 મહિનાથી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં સતત વધી રૂ.100ની સપાટી પાર કરી ચૂક્યા છે. જેના પગલે લોકો ઈલેક્ટ્રિક વ્હિક્લને પ્રાધાન્ય આપી રહ્યા છે. 2020-2023 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનુ માર્કેટ 26 ટકાના વાર્ષિક દરે વધવાનો આશાવાદ ફિચે વ્યક્ત કર્યો છે. 2032 સુધી તમામ નવા વાહનોનુ ઈલેક્ટ્રિફિકેશન કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. પેટ્રોલ-ડિઝલ પર લિટરદીઠ રૂ. 1ની વધારાની એક્સાઈઝ ડ્યુટી તેમજ ઈલેક્ટ્રિક વાહનોમાં જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. ટેક્સમાં પણ ઈવીની ખરીદી પર અનેક પ્રોત્સાહનોના પગલે આગામી સમયમાં ઈ-વાહનોના વેચાણો વધવાની તીવ્ર શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...