તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • The Auto Sector Is Gearing Up To Meet The Growing Demand For Cars And Bikes, And Preparations Are Underway To Meet The Festive Demand.

ભાસ્કર ડેટા સ્ટોરી:કાર બાઈકની વધતી માગ સામે પૂરવઠો પૂરો પાડવા ઓટો ક્ષેત્રએ કમર કસી, તહેવારની માગ પૂરી કરવાની તૈયારીઓ શરૂ

પુણે/ગુડગાંવએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર.
  • ગ્રામીણ ક્ષેત્રમાં માંગ સતત વધી રહી છે, વધતી માંગને પહોંચી વળવા ઉત્પાદનમાં વધારો આવશ્યક

જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કાર અને ટુ વ્હિલર વાહનોની માગમાં નોંધાયેલી તેજીથી ઉત્સાહિત ઓટો મોબાઈલ કંપનીઓએ આગામી તહેવારની માંગ માટે કમર કસી છે. સપ્લાય ચેઇન પ્રતિબંધ હોવા છતાં મોટાભાગની કંપનીઓ સંપૂર્ણ ક્ષમતાથી ઉત્પાદન કરી રહી છે અથવા તો સતત તેમનું ઉત્પાદન વધારી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઓગસ્ટમાં કારના વેચાણો 14 ટકા અને ટુ-વ્હીલર્સના વેચાણોમાં 3% નો વધારો થયો છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈ એશિયાના ડેટ્રોઇટ તરીકે પ્રખ્યાત છે. તે દેશના કુલ ઓટો પાર્ટ્સના 35 ટકા પાર્ટ્સ હીં ઉત્પાદિત થાય છે. જ્યારે દેશના 30 ટકા ફોર વ્હીલરનું ઉત્પાદન આ રાજ્યમાં થાય છે. અનલોક-2થી અહીંની મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓ સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય કરવાનું શરૂ કરી છે. દેશની બીજી સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના આ રાજ્યમાં બે પ્લાન્ટ છે.

હ્યુન્ડાઇના એજીએમ સેલે જણાવ્યું હતું કે અનલોક થયા પછીથી કારની માંગ સતત વધી રહી છે. અમે સ્થાનિક બજારમાં વેચાયેલા 38,000થી વધુ યુનિટ વેચાણો સાથે માસિક 90 ટકા સુધી રિકવરી મેળવી લીધી છે. હાલમાં સૌથી વધુ માંગ ટાયર 2 અને ટાયર 3 શહેરોમાંથી આવી રહી છે. તેમણે જણાવ્યુ હતું કે, વધતી માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ સંપૂર્ણ ઉત્પાદન શરૂ કર્યું છે.

દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ પણ સતત ઉત્પાદન વધારી રહી છે. ભાસ્કર સાથે વાત કરતાં મારૂતિના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્લાન્ટમાં ઉત્પાદન ધીમે ધીમે સામાન્ય તરફ આગળ વધી રહ્યું છે. પ્રીમિયર હમણાં જ શરૂ થઈ રહ્યું છે. તહેવારની સિઝન એક મહિના પછી શરૂ થશે. તેને ધ્યાનમાં રાખીને, ઉત્પાદન અને આયોજન કરવામાં આવી રહ્યું છે. જો સૂત્રોની વાત માની લેવામાં આવે તો મારૂતિ કારનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં 1.45 લાખ અને ઓક્ટોબરમાં 1.80 લાખ કરવાની યોજના પર કામ કરી રહી છે.

ઘરેલુ વાહન ઉત્પાદક તાતા મોટર્સના પેસેન્જર વ્હિકલ માર્કેટિંગ હેડ વિવેક શ્રીવત્સે જણાવ્યું છે કે, તેના તાજેતરના પ્રદર્શનથી આશ્ચર્ય થયું છે. છેલ્લા પાંચ મહિનામાં વેચાણમાં વધારો થયો છે. અમને આશા છે કે, આવનારી તહેવારની સિઝન સુધી આ તેજી જારી રહેશે. સપ્લાય ચેઇનમાં પડકારો હોવા છતાં સપ્લાયમાં સુધારો નોંધાયો છે. તાતા મોટર્સ વધતી માંગને પહોંચી વળવા સક્ષમ છે.

પૂણેમાં કોરોનાને લીધે સપ્લાય ચેન ખોરવાઈ
ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સપ્લાય ચેઇન હજી સુધી નિશ્ચિત ન થવા પાછળના મુખ્ય કારણોમાં એક પુણેમાં કોરોનાના વધતા કેસો છે. પુણેના ચાકનમાં દેશનો સૌથી મોટો ઓટો એન્સિલરી ઉદ્યોગ છે. જ્યાંથી ઓટો પાર્ટ્સ દેશભરમાં પૂરા પાડવામાં આવે છે. ફેડરેશન ઓફ ચાકન ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી દિલીપ બટવાલે જણાવ્યુ હતુ કે, કોરોનાને કારણે કંપનીઓ 50 ટકા ક્ષમતા પર કામ કરી રહી છે. તેમજ જો કર્મચારીઓને કોઈ ફેક્ટરીમાં ચેપ લાગ્યો હોય તો આખી ફેક્ટરી સીલ થઈ જાય છે. કામ અટકી રહ્યા છે. પુણેમાં કોરોના ચેપ ઓછો થાય ત્યાં સુધી સંપૂર્ણ ક્ષમતાથી ભાગ્યે જ કામ શરૂ થશે.

જીએસટી 28થી ઘટાડીને 18 ટકા કરવા માગ
બટવાલે જણાવ્યુ હતુ કે, અમે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને માંગ કરી છે કે, ઓટોમોબાઈલ્સ પરનો GST 28થી ઘટાડીને 18 ટકા કરવામાં આવે. કર ઘટાડવાથી વાહનોની માંગ વધશે અને અર્થવ્યવસ્થાને વેગ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો