રોકાણકારોમાં ઉત્સાહ:મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ પહેલી વખત 30 લાખ કરોડની જંગી સપાટી ક્રોસ કરી

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇક્વિટી માર્કેટમાં ઝડપી તેજી અને ડેટ ફંડોમાં રોકાણકારોના આકર્ષક રોકાણ
  • ઇક્વિટીમાંથી રોકાણકારો દ્વારા પાછું ખેંચાતું રોકાણ, નવે.માં 13000 કરોડ પાછા ખેંચ્યા

ઇક્વિટી માર્કેટની શાનદાર તેજીના કારણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. દેશની એસેટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝે નવેમ્બર મહિનામાં નવી ટોચ હાંસલ કરી છે. સૌ પ્રથમ વખત મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની એયુએમ 30 લાખ કરોડ રૂપિયાની સપાટી ક્રોસ કરી ચુક્યું છે. ડેટ ફંડમાં આવેલા આકર્ષક રોકાણના કારણે 30 લાખ કરોડનો ટાર્ગેટ હાંસલ થયો છે.

જોકે, આ સમયગાળા દરમિયાન ઇક્વિટી ફંડમાંથી સરેરાશ 13000 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે. એમ્ફીના અહેવાલ મુજબ નવેમ્બર માસમાં ડેટ ફંડ્સમાં 44983.84 કરોડ રૂપિયાનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. જેના કારણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં કુલ 27194.15 કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ અને મ્યુચ્યુઅલ ફંડ્સ કંપનીઓના કુલ એયુએમ 30,00,904.42 કરોડ રૂપિયા પહોંચ્યો છે. જોકે, નવેમ્બરમાં રોકાણકારોએ ઇક્વિટી ફંડ્સ દ્વારા 12917.36 કરોડ રૂપિયાનું રોકાણ પાછુ ખેંચ્યું હતું. જેના કારણે અગાઉના મહિનામાં ઓક્ટોબરમાં પણ 2724.95 કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચાયું હતું.

એસઆઇપીના રોકાણ પ્રવાહમાં પણ ઘટાડો
ઓક્ટોબરની તુલનામાં નવેમ્બરમાં એસઆઇપી રોકાણ પ્રવાહ 7799 કરોડ રૂપિયા ઘટી 7302.16 કરોડ રૂપિયા રહ્યો છે. એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ એનએસ વેંક્ટેશ જણાવે છે કે એસઆઇપીના યોગદાનમાં ઘટાડો કોઇ ચિંતાનું કારણ નથી. નવેમ્બરના અંતમાં ત્રણ દિવસની રજા હતી. અંતમાં ત્રણ દિવસમાં એસઆઇપી ઇન્ફ્લો ઘણો વધુ હતો. જોકે આ એક નવેમ્બરના ઇન્ફ્લોમાં જોવા મળશે.