તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનામાં વધ્યો ચળકાટ:હેજફંડોનું આકર્ષણ વધ્યું, સોનું 1810 ડોલર, ચાંદી રૂ.71000 ક્રોસ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોનામાં છેલ્લા બે-ત્રણ માસથી ભાવ સપાટી નીચી રહેવાના કારણે હેજફંડ્સ, સેન્ટ્રલ બેન્કોનું આકર્ષણ વધ્યું છે. નીચલા સ્તરથી ખરીદી ખુલતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 25 ડોલર વધી 1800 ડોલરની સપાટી કુદાવી 1810 ડોલર જ્યારે ચાંદી 26.70 ડોલરની સપાટી કુદાવી 26.80 ડોલર ક્વોટ થવા લાગી છે. કોરોના મહામારીના કારણે મોટા ભાગના દેશોની સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદીથી દૂર રહી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવ નીચા રહેતા ખરીદી ખુલી છે.

સેન્ટ્રલ બેન્કો દ્વારા ખરીદી 10 વર્ષના તળિયે પહોંચી હતી. જોકે, હવે સેન્ટ્રલ બેન્કોએ ફરી વખત સોનાની ખરીદીમાં ઉત્સાહ દર્શાવ્યો છે. થાઇલેન્ડ જેવા દેશોની સેન્ટ્રલ બેન્કો પણ સોનામાં હોલ્ડિંગ વધારી રહી છે. તાજેતરમાં ધાનાએ પણ સોનાની ખરીદીની યોજના બનાવી છે. હાજર બજારમાં પણ સોના-ચાંદીમાં મજબૂત સ્થિતિ જોવા મળી હતી. સોનું 400ના સુધારા સાથે રૂ.49500 અને ચાંદી 500 વધી ફરી 71000ની સપાટી પરપહોંચી છે.

આવનાર સમયમાં મોંઘવારી વધવાનું જોખમ છે. બુલિયન એનાલિસ્ટોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળી રહ્યો છે જેના કારણે તમામ દેશોની સેન્ટ્રલ બેન્ક સોનામાં ફરી નવી ખરીદી કરશે. જો સેન્ટ્રલ બેન્ક પણ સોનાની ખરીદી કરે છે તો તેનાથી સોનાની કિંમતોમાં સુધારો આવી શકે છે. ગત સપ્તાહે પ્રકાશિત વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક સર્વે મુજબ પાંચમાંથી એક સેન્ટ્રલ બેન્ક આગામી વર્ષે પોતાના સોનાનો ભંડાર વધારવાનો ઇરાદો રાખે છે.

અન્ય સમાચારો પણ છે...