દેશના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓએ ગત નાણાકીય વર્ષ 2021-22માં અનુક્રમે 5.5 બિલિયન ડૉલર (અંદાજિત 43 હજાર કરોડ રૂપિયા) અને 2.75 બિલિયન ડૉલર (અંદાજિત 21 હજાર કરોડ રૂપિયા)ની એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (ECB) એટલે કે વિદેશી લોન લીધી છે.
બેન્ક ઓફ બરોડાએ ભારતીય કંપનીઓ દ્વારા લેવામાં આવેલી વિદેશી લોનને લઈ એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર દેશની ટોચની 12 કંપનીઓએ 1.40 લાખ કરોડ (48 ટકા) વિદેશી લોન લીધી છે. રિપોર્ટમાં આરબીઆઇ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓના આધારે જણાવાયું છે કે ભારતીય કંપનીઓ દ્વારા લેવામાં આવેલી કુલ વિદેશી લોનમાં અંબાણી અને અદાણીની કંપનીઓની હિસ્સેદારી પ્રતિ 5 ડૉલરમાં 1 ડૉલરની છે.
વિદેશી લોન લેનાર કંપનીઓમાં ONGC, NTPC પણ સામેલ
કંપની | વિદેશી લોન | ટકાવારી |
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ | 36,869 | 12.50% |
ઈન્ડિયન ઓઇલ | 19,747 | 6.70% |
REC લિ. | 18,973 | 6.40% |
મુંબઈ ઇન્ટ. એરપોર્ટ | 9,680 | 3.30% |
JSW સ્ટીલ | 9,526 | 3.20% |
IRFCL | 8,519 | 2.90% |
ONGC વિદેશ | 8,519 | 2.90% |
અદાણી ગ્રીન એનર્જી | 5,808 | 2.00% |
અદાણી પોર્ટ એન્ડ SEZ | 5,808 | 2.00% |
JSW હાઇડ્રો એનર્જી | 5,808 | 2.00% |
NTPC | 5,808 | 2.00% |
રિલાયન્સ જિઓ | 5,808 | 2.00% |
કુલ | 1,40,863 | 47.90% |
(સ્ત્રોત: આરબીઆઇ, બેન્ક ઓફ બરોડા રિસર્ચ 2021-22) |
રિલાયન્સ ઇન્ડરસ્ટ્રીઝનો વિદેશી લોનમાં હિસ્સો 14 ટકાથી વધુ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 4.76 બિલિયન ડૉલર (અંદાજિત 36,869 કરોડ રૂપિયા)ની વિદેશી લોન અને રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડે 0.75 બિલિયન ડૉલર (અંદાજિત 5,808 કરોડ રૂપિયા)ની લોન લીધી છે. આમ, રિલાયન્સ ગ્રૂપની બે કંપનીઓની કુલ લોન 5.5 બિલિયન ડૉલર (અંદાજિત 42 હજાર કરોડ રૂપિયા)ની અંદાજિત ની છે. જે કુલ લોનના 14 ટકાથી વધુ થાય છે.
અદાણી ગ્રૂપની 3 કંપનીઓએ 7 ટકાથી વધુની લોન લીધી
અદાણી ગ્રૂપ સંચાલિત મુંબઈ એરપોર્ટ લિમિટેડે 1.25 બિલિયન ડૉલર (અંદાજે ~9,680 કરોડ) , અદાણી ગ્રીન એનર્જીએ 0.75 બિલિયન ડોલર(અંદાજે ~5,808 કરોડ) અને અદાણી પોર્ટ એન્ડ સેઝે 0.75 બિલિયન ડૉલર (અંદાજે ~5,808 કરોડ)ની લોન લેતાં ગ્રૂપની કુલ વિદેશી લોનનો આંક 1 વર્ષમાં 2.75 બિલિયન ડૉલર (અંદાજે ~21 હજાર કરોડ) થયો છે. કુલ વિદેશી લોનમાં તેનો હિસ્સો 7 ટકાથી વધુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.