આશ્ચર્યજનક એન્ટ્રી:અદાણી ગ્રૂપ ટેલિકોમ સ્પેક્ટ્રમની રેસમાં પ્રવેશશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરરાજીમાં ભાગ લે તો પ્રથમ વખત અંબાણી સાથેની સીધી સ્પર્ધા

અદાણી ગ્રુપે ટેલિકોમ સ્પેક્ટ્રમ હસ્તગત કરવાની રેસમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. ગ્રુપ તેનો ઉપયોગ એરપોર્ટથી પાવર તેમજ ડેટા સેન્ટર્સ સુધીના તેના વ્યવસાયોને ટેકો આપવા માટે ખાનગી નેટવર્ક બનાવવા માટે કરવામાં આવશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત આ હરાજી દ્વારા 5G સેવાઓની નેક્સ્ટ જનરેશનને રોલ આઉટ કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે અમે ઓપન બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેનારી ઘણી એપ્લિકેશનોમાંના એક છીએ.” જો અદાણી જૂથ 26 જુલાઈના રોજ 5G હરાજીમાં ભાગ લે છે તો તે અંબાણી સાથે પ્રથમ સીધી સ્પર્ધા હશે.

અદાણી જૂથે આશ્ચર્યજનક એન્ટ્રી કરી હોવાની જાણ કરી હતી જે તેને મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને ટેલિકોમ czar સુનિલ ભારતી મિત્તલની એરટેલ સામે સીધી ટક્કર આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે એરપોર્ટ, પોર્ટ અને લોજિસ્ટિક્સ,પાવર જનરેશન,ટ્રાન્સમિશન,ડિસ્ટ્રિબ્યુશન અને વિવિધ ઉત્પાદન કામગીરીમાં ઉન્નત સાયબર સુરક્ષા સાથે ખાનગી નેટવર્ક સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે 5G સ્પેક્ટ્રમ હરાજીમાં ભાગ લઈ રહ્યા છીએ.”

અદાણી ગ્રૂપ તેના ડેટા સેન્ટર માટે એરવેવ્ઝનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે તેમજ તે જે સુપર એપનું નિર્માણ કરી રહ્યું છે તે પાવરના વિતરણથી લઈને એરપોર્ટ્સ,ગેસ રિટેલિંગથી લઈને પોર્ટ્સ સુધીના બિઝનેસને ટેકો આપવા માટે બનાવી રહ્યું છે. અમે સુપર એપ્સ,એજ ડેટા સેન્ટર્સ અને ઇન્ડસ્ટ્રી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સને સમાવીને અમારું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ બનાવીએ છીએ,અમારા તમામ વ્યવસાયોમાં ઉચ્ચ આવર્તન અને ઓછી લેટન્સી 5G નેટવર્ક દ્વારા અતિ ઉચ્ચ ગુણવત્તાની ડેટા સ્ટ્રીમિંગ ક્ષમતાઓની જરૂર પડશે તેવો નિર્દેશ કર્યો છે. હરાજીની સમયરેખા મુજબ અરજી કરનારની માલિકીની વિગતો 12 જુલાઈના રોજ પ્રસિદ્ધ કરવાની રહેશે. 26 જુલાઈ, 2022 ના રોજ શરૂ થનારી હરાજી દરમિયાન ઓછામાં ઓછા રૂ. 4.3 લાખ કરોડની કિંમતના કુલ 72,097.85 MHz સ્પેક્ટ્રમ બ્લોક પર મૂકવામાં આવશે.

હરાજી વિવિધ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz આવર્તન બેન્ડમાં સ્પેક્ટ્રમ માટે યોજાશે. કેબિનેટે ગયા મહિને સેક્ટર રેગ્યુલેટર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ભલામણ કરાયેલ અનામત કિંમતો પર 5G હરાજીને મંજૂરી આપી હતી. નિયમનકારે મોબાઈલ સેવાઓ માટે 5G સ્પેક્ટ્રમના વેચાણ માટે ફ્લોર પ્રાઇસમાં લગભગ 39 ટકાનો ઘટાડો કરવાની ભલામણ કરી હતી. સ્પેક્ટ્રમના ઉપયોગના અધિકારની માન્યતા 20 વર્ષની રહેશે

ટેલિકોમ ક્ષેત્રની 3 ટોચની કંપનીઓ સાથે રેસ
જિઓ, એરટેલ અને વોડાફોન આઇડિયા ટેલિકોમ ક્ષેત્રની ત્રણ ખાનગી કંપનીઓએ પણ અરજી કરી. ચોથા ભાગલેનારમાં અદાણી ગ્રુપ છે જેણે તાજેતરમાં નેશનલ લોંગ ડિસ્ટન્સ (NLD) અને ઈન્ટરનેશનલ લોંગ ડિસ્ટન્સ (ILD) લાઇસન્સ મેળવ્યાં છે. જો અમને ઓપન બિડિંગમાં 5G સ્પેક્ટ્રમ આપવામાં આવે છે,તો તે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ,આરોગ્યસંભાળ અને કૌશલ્ય વિકાસમાં અદાણી ફાઉન્ડેશનના રોકાણમાં નોંધપાત્ર વધારો કરવાની અમારી તાજેતરની જાહેરાત સાથે પણ સંરેખિત થશે, જેમાંથી દરેકને 5G ટેક્નોલોજીનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...