તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • The Adani Group Got Drunk On SEBI Rules, The State Minister Said In The House An Investigation Is Underway; The Stock Fell As Much As 5 Percent

અદાણી ગ્રુપને વધુ એક ઝાટકો:અદાણી ગ્રુપે SEBIના નિયમોને નજરઅંદાજ કર્યાં, રાજ્યકક્ષાના મંત્રીએ ગૃહમાં કહ્યું- તપાસ ચાલી રહી છે; કંપની તરફથી સ્પષ્ટતા કરવામાં આવી

મુંબઈ8 દિવસ પહેલા
(ફાઈલ ફોટો)
  • અગાઉ માહિતી જાહેર થઈ હતી કે કે જૂન મહિનામાં NSDLએ 3 FPIના અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે
  • ત્રણ ફંડ પાસે અદાણી ગ્રુપના રૂપિયા 43,500 કરોડની કિંમતના શેર છે

અદાણી ગ્રુપને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. મૂડી બજારની નિયમનકાર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના નિયમોનું પાલન નહીં કરવાનો મુદ્દો હવે સંસદ સુધી પહોંચ્યો છે. તેમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) અને SEBI અદાણી ગ્રુપની કંપનીઓની તપાસ કરી રહ્યા છે, તેમ રાજ્યકક્ષાના નાણાં મંત્રી પંકજ ચૌધરીએ ગૃહમાં માહિતી આપી હતી. આ અહેવાલોની શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરો પર અસર જોવા મળી હતી અને શેરોમાં પાંચ ટકા સુધીનો કડાકો બોલાઈ ગયો હતો.

અદાણી ગ્રુપે SEBI અને DRI મુદ્દે સ્પષ્ટતા કરી
દરમિયાન અદાણી ગ્રુપના પ્રવક્તએ SEBIની તપાસ અંગે સ્પષ્ટતા કરી છે કે અદાણી ગ્રુપની કંપનીઓ મૂડી બજારની નિયમનકાર સંસ્થાના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરે છે. DRI તપાસ અંગે જણાવ્યું હતું કે અમે તમામ નિયમકર્તાઓ સાથે પારદર્શિતા ધરાવી છીએ અને તેમનામાં સંપૂર્ણપણે વિશ્વાસ રાખી છીએ.

અમે SEBIના નિયમનોનું સંપૂર્ણપણે પાલન કરી છીએ, ભૂતકાળમાં અમારી પાસે ચોક્કસ માહિતી માગવામાં આવેલી ત્યારે પણ અમે તે સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવી છે. અલબત તાજેતરમાં તેમના તરફથી કોઈ સંપર્ક કે માહિતી માગવામાં આવી નથી. DRIના મુદ્દે અદાણી પાવરને 5 વર્ષ અગાઉ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ DRIએ અદાણી પાવરની તરફેણમાં આદેશ આપતા એ વાતની પૃષ્ટી કરી હતી કે અદાણી પાવર ઈક્વિપમેન્ટનું ઓવર-વેલ્યુએશન ધરાવતું નથી.

અદાણી ગ્રુપના શેરોમાં ભારે મંદી
આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં 1 ટકાથી 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન રૂપિયા 14.30 એટલે કે 2.08 ટકા ગગડી રૂપિયા 673.70, અદાણી ગ્રીન એનર્જી રૂપિયા 27.70 અથવા 2.76 ટકા ગગડી રૂપિયા 976.15, અદાણી એન્ટરપ્રાઈસિસ રૂપિયા 14.10 અથવા 1.01 ટકા ગગડી રૂપિયા 1380.55, અદાણી ટ્રાન્સમિશન લિ. રૂપિયા 41.15 અથવા 4.07 ટકા ગગડી રૂપિયા 969, અદાણી ટોટલ ગેસ રૂપિયા 42.85 અથવા 4.77 ટકા ગગડી રૂપિયા 856.40 અને અદાણી પાવર રૂપિયા 2.95 અથવા 2.80 ટકા ગગડી રૂપિયા 102.30 રહ્યા હતા.

અદાણીનો મુદ્દો સંસદમાં પણ ઉછળ્યો
રાજ્યકક્ષાના નાણાંમંત્રીએ જણાવ્યું કે ઈન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ (ED)તરફથી કોઈ તપાસ હજુ કરવામાં આવી રહી નથી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPI)નું હોલ્ડિંગ અદાણી ગ્રુપના શેરોમાં ડે-ટુ-ડે ટ્રેડિંગના આધાર પર છે. ગૃહમાં રજૂ કરાયેલી માહિતી પ્રમાણે અદાણી ગ્રુપની છ કંપનીમાં 1,988 જેટલા FPIનું રોકાણ છે. આ પૈકી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સૌથી વધારે 562 FPI રોકાણ ધરાવે છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જીમાં 482 FPI રોકાણ ધરાવે છે.

અદાણીની કઈ કંપનીમાં કેટલા વિદેશી રોકાણકારો

કંપનીકુલ FPI
અદાણી ટોટલ418
અદાણી પાવર127
અદાણી ગ્રીન એનર્જી482
અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન562
અદાણી એન્ટરપ્રાઇઝ366
અદાણી ટ્રાન્સમિશન33

FPI પાસે રૂપિયા 43,500 કરોડની કિંમતના શેર
અગાઉ મીડિયા અહેવાલોમાં માહિતી આવી હતી કે જૂન મહિનામાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી (NSDL)એ 3 FPIના અકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. આ ત્રણેય ફંડ પાસે અદાણી ગ્રુપના રૂપિયા 43,500 કરોડની કિંમતના શેર છે. આ અંગે કંપની તરફથી વારંવાર સ્પષ્ટતા આપવામાં આવી હતી કે આ માહિતી પાયાવિહોણી છે.

FPIનું અદાણી ગ્રુપની 4 કંપનીમાં રોકાણ
આ ત્રણેય ફંડોએ અદાણી ગ્રુપની 4 કંપનીમાં રોકાણ કર્યું છે. ત્રણેય ફંડ પાસે અદાણી એન્ટરપ્રાઈઝીસમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા હિસ્સેદારી છે.

શેરની કિંમતો સાથે ચેડા થવા અંગે તપાસ
SEBI શેરની કિંમતો સાથે કોઈ પ્રકારના ચેડા કરવામાં આવ્યા હતા કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. આ તપાસ ગયા વર્ષે શરૂ થઈ હતી, જે વર્તમાન સમયમાં ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રુપની છ કંપનીમાં 200-1000 ટકા સુધી વળતર આપ્યું છે. અદાણી ટ્રાન્સમિશનનો શેર 669 ટકા, અદાણી ટોટલ ગેસ 349 ટકા, અદાણી એન્ટરપ્રાઈસિસ 972 ટકા, અદાણી ગ્રીન ગેસ 254 ટકા, અદાણી પોર્ટ 147 ટકા અને અદાણી પાવર 295 ટકા સુધી વળતર આપી ચુક્યા છે.