ક્રિપ્ટો માર્કેટમાં ઇનસાઇડર ટ્રેડિંગનો પ્રથમ કેસ:ક્રિપ્ટોના કેસમાં આરોપીએ જામીન માટે 77 લાખ ચૂકવ્યાં

ન્યુયોર્ક25 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેનહટનની એક કોર્ટે ઓનલાઇન માર્કેટપ્લેસ ઓપનસીના એક પૂર્વ કર્મચારી પર ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. ઓપનસી એ NFTsની ખરીદી અને વેચાણ માટેનું સૌથી મોટું ઓનલાઇન માર્કેટપ્લેસ છે.

NFTsને નોન-ફંજીબલ ટોકન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોઇ ક્રિપ્ટો કંપની સાથે જોડાયેલો ઇનસાઇડર ટ્રેડિંગનો પહેલો કેસ માનવામાં આવે છે. ઓપનસીના પૂર્વ પ્રોડક્ટ મેનેજર નથાનિએલ ચેસ્ટેન પર આરોપ છે કે તેણે સાઇટ પરથી એવી NFTની ગુપ્ત રીતે ખરીદી કરી, જેની કિંમત વધવાનો તેને અંદાજ હતો.

આ પછી હરાજી થયા બાદ કિંમત વધતા તેના વેચાણથી મોટો નફો મેળવ્યો હતો. બુધવારે ધરપકડ બાદ ચેસ્ટને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને તેને 1 લાખ ડૉલર (77.62 લાખ) ના જામીન પર મુક્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...