પારિવારિક વિવાદ:107 વર્ષ જૂનું હિન્દુજા ગ્રૂપ પડી ભાંગવાની અણીએ

લંડન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીચંદ હિન્દુજા અને તેમના ત્રણેય ભાઈઓ વચ્ચેનો વિવાદ લંડન, સ્વિટ્ઝર્લેન્ડની કોર્ટમાં

હિન્દુજા ગ્રૂપના પારિવારિક વિવાદે 107 વર્ષ જૂના બિઝનેસ સામ્રાજ્યને સંકટમાં મૂક્યું છે. શ્રીચંદ હિન્દુજા પરિવાર અને ત્રણ હિન્દુજા બંધુઓ વચ્ચે વિવાદ લંડન અને સ્વિટ્ઝર્લેન્ડની કોર્ટમાં પહોંચી ગયો છે. ગ્રૂપના પ્રમુખ 85 વર્ષીય શ્રીચંદ હિન્દુજા ડિમેન્શિયાના રોગથી પીડિત છે. તેમના દોહિત્ર કરમ હિન્દુજા, બહેન, માતા શાનુ, નાની 1800 કરોડ ડોલર(આશરે 1.33 લાખ કરોડ રૂપિયા)ના આ બ્રિટિશ-ભારતીય ગ્રૂપના વિભાજનને લઇને બાકી પરિવાર સાથે કાનૂની લડાઈમાં ગૂંચવાઈ ગયાં છે.

કરમ હિન્દુજા પક્ષની માગ છે કે ગ્રૂપની સંપત્તિ વહેંચી દેવામાં આવે. આ દરમિયાન શ્રીચંદ હિન્દુજા પક્ષે આશંકા વ્યક્ત કરી છે કે તેમની દીકરીઓ શાનુ અને વીણુ વિરુદ્ધ ખોટી કાર્યવાહી થઈ શકે છે કે તેમની વિરુદ્ધ નિર્ણય લેવાઈ શકે છે. જ્યારે શ્રીચંદ હિન્દુજાના ત્રણ ભાઈ ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજા ઈચ્છે છે કે ગ્રૂપ તેના જૂના આદર્શવાક્ય પર કાયમ રહે કે ‘બધું સૌનું છે અને કોઈ પણ વસ્તુ કોઈ એકની નથી.’

અન્ય સમાચારો પણ છે...